રામ મંદિર માટે ગુજરાતીઓએ દાનનો ધોધ વહાવ્યો, ગોવિંદભાઇ ધોળકિયાએ 11 કરોડ, જયંતી કબુતરાવાલાએ 5 કરોડ આપ્યા

અયોધ્યા (Ayodhya)માં બની રહેલા રામ મંદિર (Ram Mandir)ના નિર્માણ માટે નિધિ સમર્પણ અભિયાનની શરૂઆત થઇ છે. તેના અંતર્ગત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (Ramnath Kovind)એ સૌથી પહેલાં પાંચ લાખ રૂપિયાનું દાન આપ્યું. ત્યારબાદ મધ્યપ્રદેશ (Madhyapradesh)ના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ (Shivraj Singh Chouhan)એ એક લાખ રૂપિયાનું દાન આપ્યું. પરંતુ આ બધાની વચ્ચે ગુજરાતી (Gujarati)ઓએ રામ મંદિરના નિર્માણ માટે દિલ ખોલીને દાન કર્યું.

સૌથી વધુ ચર્ચા રામ મંદિર નિર્માણ માટે સુરતના હીરાના વેપારી ગોવિંદભાઇ ધોળકિયા (Govindbhai Dholakia)એ 11 કરોડ રૂપિયાનું દાન આપ્યું તેની રહી. ગુજરાતમાંથી માત્ર ગોવિંદભાઇ ધોળકિયા (Govindbhai Dholakiya) એ જ નહીં પરંતુ સુરતના મહેશ કબૂતરવાલા (Mahesh Kabootarwala)એ 5 કરોડ, લવજી બાદશાહ (Loveji Badshah) એ 1 કરોડ રૂપિયા દાન આપ્યું છે. આ સિવાય ગુજરાતના ઘણા વેપારીઓએ 5 લાખથી લઇ 21 લાખ રૂપિયા દાન આપ્યું. તેમજ ભારતીય જનતા પાર્ટીના ગોરધન ઝડફિયા અને ખજાનચી સુરેન્દ્ર પટેલે પણ 5 લાખ રૂપિયા દાન આપ્યું.

સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી માધવ પ્રિયદાસજી દ્વારા મંદિરના નિર્માણ કાર્ય માટે 51 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો છે. શંકરભાઇ પટેલે 51 લાખનું અને દિલીપભાઇ પટેલે 21 લાખનું દાન કર્યું છે. ધારાસભ્ય બાબુ જમના પટેલે 11 લાખ રૂપિયાનું દાન કર્યું છે. ન્યૂ ક્લોથ માર્કેટના ગૌરાંગ ભગતે 11 લાખ આપ્યા છે. ભાજપના નેતા ગોરધન ઝડફિયા દ્વારા 5 લાખનું દાન આપ્યું છે. આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે 1 લાખ 11 હજાર 111નું દાન આપ્યું છે.

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના કોષાધ્યક્ષ સ્વામી ગોવિંદ દેવ ગિરી મહારાજ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યાધ્યક્ષ આલોકકુમાર સહિત VHPના મોટા નેતાઓએ સવારે 11 વાગ્યે રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી. રામનાથ કોવિંદે 5 લાખ રૂપિયાનું દાન આપ્યું.

27મી ફેબ્રુઆરી સુધી ચાલશે ભંડોળ એકત્રિત કરવાનું અભિયાન

આપને જણાવી દઇએ કે રામ મંદિર માટે ભંડોળ એકત્રિત કરવાનું અભિયાન આજથી શરૂ થઇ રહ્યું છે. જેમાં પાંચ લાખથી વધુ ગામડાઓમાં બાર કરોડથી વધુ પરિવારોને સીધો સંપર્ક સંધાશે અને ભંડોળ એકત્રિત થશે. ભંડોળ એકત્રિત કરવાનું અભિયાન 27મી ફેબ્રુઆરી સુધી ચાલશે.

આ દરમ્યાન 10 રૂપિયા, 100 રૂપિયા અને 1000 રૂપિયાની કૂપન હશે. 2000 રૂપિયાથી વધુનો ફાળો આપનારને રસીદ અપાશે. આ ભંડોળના માધ્યમથી અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કાર્ય સંપન્ન થશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો