સુરતમાં 23 મોતથી વ્યથિત ડાયમંડ એસોસિએશન દ્વારા શોકસભામાં તંત્ર સામે પગલાં લેવાની માંગ

સરથાણા ખાતે ગોજારી બનેલી બિલ્ડીંગમાં 23 જેટલા મોત નીપજ્યાં છે. ત્યારે વરાછા ખાતે આવેલી મિની બજારમાં ડાયમંડ એસોસિએશન અને અન્ય સમાજ દ્વારા શોકસભાનું સંયુક્તરૂપે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં. શોકસભામાં આવનારા તમામના ચહેરા પર ગુસ્સાની લાગણી જોવા મળી હતી. સાથે જ તમામ લોકોની એક જ માંગ હતી કે જવાબદાર તંત્ર સામે પણ આકરા પગલાં લેવાવા જોઈએ.

સુરતમાં હુતાત્માની શાંતિ માટે યોજાયેલી શોકસભા. હીરાના કારીગરોની મીનીબજારમાં શોકસભા

ક્યારેય નહીં ભૂલાયઃ કાનજી ભાલાળા

શહેર આ ઘટનાને ક્યારેય નહીં ભૂલી શકે. આ ગોઝારી ઘટના બીજી વખત ન બને તેની કાળજી લેવી જોઈએ. જવાબદારો સામે પગલાં લેવા જોઈએ. ફાયરબ્રિગેડ દ્વારા પણ ક્યાંકને ક્યાંક મોડું કરવામાં આવ્યું હતું. લોકોમાં રોષ છે જવાબદારોને પણ છોડવા ન જોઈએ.

આ પણ વાંચજો..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો