પ્રોફેસરનું સંશોધન: લીમડાનાં પાન, મેથી, ઉંબરાની છાલ, હળદર, આદું, ધાણા, કારેલા, લસણથી ડાયાબિટીસ નિયંત્રિત રહે છે, ઉંદરો પર પ્રયોગ સફળ નીવડ્યો

ભારતમાં આશરે 14 ટકા લોકો ડાયાબિટીસથી પીડાય છે. અત્યાર સુધીમાં ઘણા સંશોધનો થયા, તબીબો ડાયાબિટીસના દર્દીઓને શું કરવું અને શું ન કરવું, કેવી કાળજી રાખવી એવી ઢગલાબંધ સલાહ આપી રહ્યા છે પરંતુ અકસીર ઈલાજ કોઈ પાસે નથી. આ એક અસાધ્ય રોગ છે પરંતુ તેને નિયંત્રિત ચોક્કસ કરી શકાય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફાર્મસી ભવનના યુવા પ્રોફેસર ડૉ. દેવેન્દ્ર વૈષ્ણવે GTUના કુલપતિ ડૉ. નવીન શેઠના માર્ગદર્શન હેઠળ સતત 7 વર્ષ સુધી ડાયાબિટીસના પ્રકારો અને તેને કેવી રીતે નિયંત્રિત કરી શકાય તેના ઉપર સંશોધન કરી આપણી આસપાસની જ વનસ્પતિ જેવી કે લીમડાના પાન, મેથી, ઉંબરાની છાલ, હળદર, આદુ, ધાણા, કરેલા, લસણનું સેવન કરવાથી ડાયાબિટીસ નિયંત્રણમાં રહે છે.

120 ઉંદરો પર સફળ પ્રયોગ કર્યો

ઉંબરની છાલના સત્વો ડાયાબિટીસને નિયંત્રિત કરે છે, હૃદય અને કીડનીને રક્ષણ પૂરું પાડે છે. ન ડોક્ટરની જરૂર, ન દવાની કે ન રિપોર્ટ કરવાની જરૂર રહે છે સિવાય કે ગંભીર કેસ હોય. આ સંશોધન દરમિયાન ડૉ. વૈષ્ણવે એક-બે નહીં 120 ઉંદર ઉપર સફળ પ્રયોગ કર્યો છે. આ પ્રયોગ માટે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા રૂ. 21 લાખનું અનુદાન મળેલ હતુ. ભવિષ્યમાં ડૉ. વૈષ્ણવ વિવિધ વનસ્પતિઓ પર સંશોધન કરી તેમની ડાયાબિટીસ પરની અસરકારકતા ચકાસશે અને નવી દવાની શોધ કરશે.

ઉંદર પર શા માટે અને કઈ કઈ પ્રક્રિયા કરી

ઉંદર તથા આપણી (માણસની) જીવ પ્રક્રિયાઓ સરખી હોય છે. ઉંદરોને સ્ટ્રેપટોઝોટોસીન નામના રસાયણનું ઈન્જેકશન આપવાથી 24 કલાકમાં તેમનામાં ડાયાબિટીસ ઉત્પન્ન થઇ જાય છે. ડાયાબિટીસ ઉત્પન્ન કાર્ય પછી ઉંબરની છાલનો અર્ક રોજ ત્રણ મહિના સુધી પીવડાવવામાં આવ્યો. ત્રણ મહિનાના અંતે અલગ અલગ ટેસ્ટ કરી ઉંબરની અસરકારકતા સિદ્ધ કરી. આ પ્રયોગ ઉપરથી એવો નિષ્કર્ષ નીકળે છે કે ઉંબરો ડાયાબિટીસ અને તેમના દ્વારા થતા હૃદય અને કિડનીના જોખમો પર અસરકારક છે.

લોકો વનસ્પતિનો ઉપયોગ આવી રીતે કરી શકે

  • ઉંબરની છાલનો પાઉડર એક ચમચી રોજ સવારે પીવો.
  • આદુનો રસ સવારે એક ચમચી પીવો.
  • સવારમાં મેથીના 7થી 10 દાણાનું સેવન કરવું.
  • સવારે અને સાંજે હળદરની એક નાની ચમચી પાઉડર પીવો.
  • સવારે નાનો કપ કારેલાનું જ્યૂસ પીવાથી ડાયાબિટીસને કંટ્રોલમાં રાખી શકાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો