ગોંડલની 7 વર્ષની ધ્વનિ વેકરીયાએ આંતરરાષ્ટ્રીય એરિથમેટિક સ્પર્ધામાં 8 મિનિટમાં 200 દાખલા ગણી ચેમ્પિયન બની

કમ્બોડીયા ખાતે તા.7 ડિસેમ્બર 2019ના રોજ વિશ્વના 35થી વધુ દેશના 4000થી વધુ બાળકોએ યુસીમાસની 24મી મેન્ટલ એરિથમેટિક સ્પર્ધાની વિવિધ કેટેગરીમાં ભાગ લીધો હતો. જેમાં માત્ર 7 વર્ષની વેકરિયા ધ્વનિ દીપેનભાઈ A1 કેટેગરીમાં ચેમ્પિયન બની હતી. ધ્વનીએ માત્ર 8 મિનિટમાં 200 દાખલા ગણ્યા હતા. A2 કેટેગરી માં દાફડા રથીન શૈલેષભાઇ અને જોશી તીર્થ જયદીપભાઈ એ પ્રથમ ક્રમ મેળવ્યો હતો.

કેલ્ક્યુલેટર કે કોમ્પ્યુટરની મદદ વગર દાખલા ગણ્યા

4000થી વધુ વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધેલ અને તેમને કોઈ પણ જાતના ઇલેક્ટ્રોનિક સાધન કે કેલ્ક્યુલટર કે કોમ્પ્યુટરની મદદ વિના સંપૂર્ણપણે પોતાના જ મગજનો ઉપયોગ કરી પોતાનું લોજીક તર્ક શક્તિ વાપરીને પૂરી ઝડપ અને ચોકક્સાય સાથે 8 મિનિટમાં 200 દાખલા કરવાના હતા અને ગોંડલના આ બાળકોએ તેમની પોતાની કેટેગરીમાં અદભૂત કૌવત દાખવીને ટ્રોફી મેળવી છે.

ધ્વની બીજા ધોરણમાં જ ભણે છે

ચેમ્પિયન થનાર ધ્વનિ દીપેનભાઈ વેકરિયા બીજા ધોરણમાં ભણે છે અને આટલી નાની ઉંમરે કોઈ પણ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેનાર અને ચેમ્પીયન બનનાર તે ગોંડલની પ્રથમ દીકરી બની છે, આ સાથે જ પ્રથમ ક્રમ મેળવનાર જોશી તીર્થ જયદીપભાઈ છઠું ધોરણ ભણે છે અને પ્રથમ જ વખત આ પ્રકારની સ્પર્ધામાં ગયેલ અને ટ્રોફી જીતેલ છે. આવો જ ત્રીજો બાળક 14 વર્ષનો દાફડા રથીન શૈલેષભાઇ ધો 8માં ભણે છે. એકદમ ધીર અને ગંભીર આ બાળક પણ પોતાની સ્થિરતા સાથે પોતાની કુશળતા બતાવી પ્રથમ ક્રમ મેળવ્યો છે.

ત્રણેય બાળકો સ્પર્ધાની છેલ્લા 4 મહિનાથી તૈયારી કરતા

આ ત્રણેય બાળકો છેલ્લા ચાર મહિનાથી આ સ્પર્ધામાં ભાગ લેવા માટે તૈયારી કરી રહ્યા હતા. આજે આ બાળકો પાસે એવી ઝડપ છે કે જો કોઈ પોતાના 10 આંકડાના મોબાઈલ નંબર બોલે અને જેવો છેલ્લો નંબર પૂરો કરે કે તરત જ તેમનો સરવાળો આ ટાબરિયાવ સરળતાથી કરી આપે છે. વિજેતા બનનાર આ ત્રણેય બાળકોને કમ્બોડીયા ખાતે યુસીમાસ ઇન્ડિયાના હેડ સ્નેહલ કારિયાના હસ્તે ટ્રોફી આપી સન્માન કરવામાં આવેલ હતા અને આ બાળકોને તૈયાર કરનાર પરફેક્ટ બ્રેઇન ડેવલપમેન્ટ સેન્ટરના મેન્ટર, માઈન્ડ અને મેમરી પાવર ટ્રેનર રજનીશ રાજપરા, ઇશાનીબેન ભટ્ટ, માનસીબેન હિરપરા અને તેમની ટીમને પણ અભિનંદન આપ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો