કોરોના મહામારી વચ્ચે હોસ્પિટલની ઉઘાડી લૂંટ, સાંજે દાખલ કર્યા અને રાતે અવસાન થતા બેડ, વિઝિટ ચાર્જના નામે આપ્યું તોતિંગ બિલ

શહેરમાં એકતરફ કોરોનાનાં કેસો વધી રહ્યા છે. સરકારી હોસ્પિટલમાંથી કોરોનાનાં દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવી ત્યારે ત્યાં આવી મહામારીના સમયે ખાનગી હોસ્પિટલોએ ખુલ્લેઆમ લૂંટ મચાવવાની શરૂ કરી છે. થલતેજ- ડ્રાઇવ ઇન રોડ પર આવેલી DHS મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલે કોરોનાનાં દર્દીને દાખલ કર્યાના છ કલાકમાં અવસાન બાદ રૂ. 1.10 લાખનું તોતિંગ બિલ પકડાવી દીધું હતું. ઇન્જેક્શન, વેન્ટિલેટરના નામે આ પૈસા પડાવ્યા હોવાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

હોસ્પિટલે આ મામલે ખુલાસો આપ્યો

હોસ્પિટલે આ અંગે જણાવ્યું હતું કે, ‘હકીકતમાં હોસ્પિટલે માત્ર રૂ. 40 હજારનું જ બીલ આપ્યું છે તથા રૂ. 1.50 લાખની ડિપોઝિટમાંથી આ રકમ બાદ કરીને રૂ. 1.10 લાખ પરત કરવાની કાર્યવાહી શરૂ કરી છે. મહત્વપૂર્ણ છે કે, દર્દીનું મોત થયાં પછી રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધી તેમના પરિવારજનોએ રકઝક કરી હતી, પરંતુ તેમના તરફથી કોઇપણ પ્રકારે સહયોગ પ્રાપ્ત ન થયાં હોસ્પિટલના કર્મચારીઓએ દર્દીની અંતિમવિધિ કરી હતી.’ આ અંગે સ્પષ્ટતા કરતાં હોસ્પિટલના ડોક્ટર સ્વાગત શાહે જણાવ્યું હતું કે, ‘ડીએચએસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે અમે વાજબી ફી સાથે દર્દીઓને ગુણવત્તાયુક્ત સારવાર ઉપલબ્ધ કરાવવા માટે કટીબદ્ધ છીએ. કોરોનાથી પીડિત 80 વર્ષીય વૃદ્ધા સવિતાબેનના મોત અંગે અમને દુઃખ છે, પરંતુ હોસ્પિટલે તોતિંગ બીલ વસૂલ્યાં હોવાના તેમના પરિવારજનોના દાવા તદ્દન પાયાવિહોણા છે.’

સોલા સિવિલમાં વેન્ટિલેટર ન હતા
ઘાટલોડિયામાં વસુકહાન ટાવરમાં રહેતા 80 વર્ષના વૃદ્ધા સવિતાબેન પટેલના પરિવારજન અશોકભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુરુવારે સવિતાબેનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં થોડો સમય દાખલ કર્યા હતા. જો કે વેન્ટિલેટર ન હોવાથી તેમને અમે સ્ટર્લિંગ કેન્સર હોસ્પિટલમાં લઇ ગયા હતા. જો કે ત્યાં દાખલ કરવા સરકારી ઓફિસરની મંજૂરી માંગતા અમે ફરી સોલા સિવિલમાં દાખલ કર્યા હતા.

સારસંભાળ થતી ન હોવાથી સોલા સિવિલથી DHS હોસ્પિટલ ખસેડ્યા

સોલા સિવિલ હોસ્પિટલમાં સવિતાબેનની કોઈ સરખી સંભાળ થતી ન હતી. ટોયલેટ વગેરે માટે પણ માંડ કોઈ સંભાળ લેતું હતું. એક વખત તેઓ બેડ પરથી નીચે પડી ગયા હતા અને માથામાં ઇજા પણ થઈ હતી. આવી પરિસ્થિતિને જોઈ સવિતાબેનને થલતેજ ડ્રાઈવ-ઇન રોડ પર આવેલી DHS મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં રવિવારે સાંજે દાખલ કર્યા હતા. દાખલ કર્યાના છ કલાકમાં 11 વાગ્યાની આસપાસ હોસ્પિટલે ફોન કરી સવિતાબેનનું અવસાન થઈ ગયું હોવાનું કહી રૂ. 1.10 લાખ બિલ આપ્યું હતું. માત્ર છ કલાકની સારવારમાં બે ડોક્ટરની વિઝિટ ચાર્જના 5000, બેડના 9000, ટેસ્ટ અને અન્ય ચાર્જના નામે આટલું મોટું બિલ પકડાવી દીધું હતું. 1.50 લાખની ડિપોઝીટ ભરી હતી જેમાં 1.10 લાખ બિલ થયું હતું અને બાકીના 40000 પણ હજી અમને પરત કર્યા નથી.

પરિવાર પોલીસ ફરિયાદ કરશે

વધુમાં તેમણે જણાવ્યું હતું કે સવિતાબેનની બોડી હોસ્પિટલથી થલતેજ સ્મશાન લઇ જવા હોસ્પિટલની એમ્બ્યુલન્સ કરવામાં હતી. હોસ્પિટલથી સ્મશાનનું માત્ર 5થી 6 કિલોમીટરનું જ અંતર છે તો પણ ચાર્જ તરીકે 2 હજાર રૂપિયા તેમણે પડાવ્યા છે. બીજી કોઈ વ્યક્તિ સાથે આવી રીતે કોઈ ખાનગી હોસ્પિટલ છેતરે નહીં માટે આગામી દિવસોમાં આ મામલે અમે પોલીસ ફરિયાદ કરીશું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો