આફ્રિકાના મલાવી દેશમાં બોટિંગ કરતાં કપડવંજ અને આણંદના 2 પટેલ યુવાન ડૂબ્યા

કપડવંજ અને આણંદ શહેરના બે યુવાન તથા ખાસ મિત્રો આફ્રિકા ખંડના મલાવી દેશમાં નખ્તાબે વિસ્તારમાં આવેલા લેકમાં બોટીંગ કરતાં હતાં તે દરમિયાન બોટ પાણીમાં ડૂબી જતાં બન્ને મિત્રોનું મૃત્યુ થયું હતું. આ સમાચારથી બન્ને પરિવારમાં ભારે શોકની લાગણી જન્મી હતી. કપડવંજનો યુવાન પોતાના મોટા ભાઈના ઘરે મલાવી ફરવા ગયો હતો તે દરમિયાન આ કરૂણાંતિકા બની હતી.

બોટિંગ દરમિયાન બની ઘટના

– કપડવંજના ડાકોર રોડ પર આવેલા સુંદરવન સોસાયટીમાં રહેતા પ્રવિણભાઈ હરજીભાઈ પટેલ અને કપડવંજની માણેકલાલ દેસાઇ કિશોર મંદિરમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા અનસુયાબહેન પટેલના નાના પુત્ર ધૈર્ય (ઉ.વ.20) જે એક મહિના માટે તેના મોટાભાઈ ભૌમિક પટેલના ઘરે આફ્રિક મલાવી દેશના મજુજુ શહેરમાં ગયો હતો.

– આ દરમિયાનમાં મજુજુ શહેરમાં ભૌમિકભાઈ પટેલના પડોશી અને આણંદના અંશુ પટેલ બન્ને મિત્રો 7મી ઓક્ટોબર, 2018ના રોજ મલાવી લેકમાં સાંજના સમયે બોટીંગ કરવા ગયાં હતાં.

– બોટીંગ દરમિયાન અચાનક બોટ પલટી ખાઇ જતાં બન્ને મિત્રો ડૂબી ગયાં હતાં અને મૃત્યુ પામ્યાં હતાં.

– આ સમાચાર સાંભળી પરિવારમાં ઘેરા શોકમાં ડૂબી ગયો હતો. આ અંગેની જાણ કપડવંજ ખાતે રહેતા ધૈર્ય પટેલના માતા – પિતાને કરતાં તેઓ તાત્કાલિક આફ્રિકા જવા રવાના થયાં હતાં.

– ધૈર્યની અંતિમ વિધિ કરવામાં આવી હતી.

આફ્રિકામાં મોટા ભાઇના ઘરે ફરવા ગયો હતો

– ધૈર્ય પટેલના પિતા પ્રવિણભાઈ પટેલ તાલુકાના લક્ષ્મીપુરા કંપામાં ખેતીનો વ્યવસાય કરી રહ્યા છે.

– ધૈર્યના મોટાભાઈ ભૌમિક પટેલ મલાવી દેશમાં ધંધા માટે પરિવાર સાથે સ્થાયી થયા છે. એક મહિનો ફરવા હરવા ધૈર્ય મલાવી ગયો હતો.

– ધૈર્ય ધો.12 પાસ થયા બાદ સોરણા – નવા મુંવાડા વચ્ચે આવેલી તેના મામાની કપાસીયા ઓઇલ મીલમાં કામ કરતો હતો.

– તેની માતા અનસુયાબહેન શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે.

ભગવાન એમધા આત્માને શાંતિ આપે એજ પ્રાથના. ૐ શાંતિ.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો