સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં પોલીસ કોન્સ્ટેબલે આરોપીની ઓફિસમાં દારૂની મહેફિલ કરી, વીડિયો આવ્યો સામે

ગુજરાતમાં આમ તો દારૂબંધી છે પરંતુ દારૂ ઢીંચનારાઓને અહીં જોઈએ એટલો દેશી-વિદેશી દારૂ મળી રહી છે. ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે પોલીસની ફરજ છે કે તે દારૂના વેપલાની પ્રવૃત્તિ અટકાવે અને તેમની સામે પ્રોહિબિશનના ગુનો દાખલ કરે. જોકે, સુરેન્દ્રનગર જિલ્લામાં ખુદ પોલીસ કોન્સ્ટેબલ દારૂની મહેફિલ માંડીને બેઠા હોય તેવો વીડિયો સામે આવ્યો છે. કોઈ જાગૃતિ નાગરિકે આ અંગેનો વીડિયો ઉતારી લીધો હતો. હદ તો ત્યાં થઈ ગઈ કે પોલીસ કોન્સ્ટેબલ દારૂના નશામાં વીડિયો ઉતારનાર વ્યક્તિને એવું કહે છે કે, જો તમે બોલાવો તો અમે તમારા ઘરે મહેફિલ કરીએ.

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના પોલીસ કોન્સ્ટેબલનો વીડિયો વહેતો થયો છે. આ વીડિયોમાં તેઓ દારૂની મહેફિલ માણી રહ્યા છે. આ વીડિયોમાં પોલીસ કોન્સ્ટેબલ કોઈ જાગૃત નાગરિક સાથે દારૂની મહેફિલ અંગે વાતચીત કરી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે પોલીસ કોન્સ્ટેબલ ધ્રાંગધ્રામાં કોઈ આરોપીની ઓફિસ ખાતે ગયા હતા.

પોલીસ કોન્સ્ટેબલ આરોપીની ઓફિસ ખાતે વોરંટ લઈને ગયા હતા ત્યારે ઓફિસ ખાતે જ મહેફિલ જમાવી હતી અને દારૂ પીને ‘ફૂલ’ થઈ ગયા હતા. આ દરમિયાન પોલીસ કોન્સટેબલ અને વીડિયો ઉતારનાર વચ્ચે જે સંવાદ થાય તે પણ જોરદાર છે. વીડિયો ઉતારનાર વ્યક્તિ જ્યારે પૂછે છે કે તમે આરોપીની ઓફિસ ખાતે કેમ બેઠા છો, ત્યારે કોન્સ્ટેબલ કહે છે કે જો તમે તમારા ઘરે દારૂની મહેફિલ માટે બોલાવો તો હું ત્યાં પણ આવું. હવે ખુદ પોલીસ આરોપીની ઓફિસ ખાતે દારૂની મહેફિલ માંડે તો ગુનેગારોની ધરપકડ કોણ કરશે?

પોલીસે કોન્સ્ટેબલનો વીડિયો વાયરલ થયા બાદ લોકોમાં એવી ચર્ચા જાગી છે કે જેમના માથે કાયદાના પાલન કરાવવાની જવાબદારી છે તેમના દારૂબંધીનો કાયદો લાગૂ પડતો નથી કે શું? આ વીડિયોમાં જોવા મળતો પોલીસ કોન્સ્ટેબલ દલસુખ ડાયા લકુમ હોવાનું સામે આવ્યું છે. તેઓ ધ્રાંગધ્રા સીટી પોલીસના હેડ કોન્સ્ટેબલ છે.

એવી પણ માહિતી સામે આવી છે કે દારૂ પીધાનો વીડિયો ઉતારનાર જાગૃત નાગરિક અને પોલીસ કોન્સ્ટેબલ વચ્ચે વીડિયો ઉતારવા મામાલે ઝપાઝપી પણ થઈ હતી. વીડિયો વહેતો થયા બાદ હવે પોલીસ કોન્સ્ટેબલ સામે શું પગલાં લેવામાં આવે છે તે જોવાનું રહ્યું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો