માંગરોળના ઢેલાણા ગામે પરિણીતાના માથે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ઘાતકી હત્યા, બે સંતાનોએ માતા ગુમાવી, હત્યાનું કારણ અકબંધ

જૂનાગઢ (Junagadh) જિલ્લાના માંગરોળ (Mangrol) તાલુકાના ઢેલાણા (Dhelana Village) ગામે ખૂની ખેલ (Murder) ખેલાયો હતો. માંગરોળના ઢેલાણા ગામે 45 વર્ષીય એક પરિણીતાની (Woman) ઘાતકી હત્યા કરાયેલા હાલતમાં લાશ મળી આવી હતી. નાનકડાં એવા ગામમાં ઘરમાં જ મહિલાની હત્યા થઈ જતા ચકચાર મચી ગઈ હતી. પોલીસે ઘટના સ્થળે જઈને મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને ઘટનાની તપાસ શરૂ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

બનાવની પ્રાથમિક વિગતો મુજબ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં ઢેલાણા નામનું એક ગામ આવેલું છે. અહીંયા સોંલકી પરિવારની પરિણીતા ભારતી બહેનની તેમના જ ઘરમાં હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસે તપાસ કરતા મહિલાના માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી અને તેની હત્યા નીપજાવી હોવાનું સામે આવ્યું હતું. જોકે, આ કમકમાટી ભર્યા ખૂની ખેલના કારણે લોકોમાં ડરનો માહોલ પ્રસરાયો હતો.

બનાવની જાણ થતા માંગરોળ પી.એસ.આઈ વી.યુ. સોલંકી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી. ત્યારે આરોગ્ય કેન્દ્ર પર પણ લોકોના ટોળો ઉમટ્યા હતા. દરમિયાન પોલીસની પ્રાથમિક તપાસમાં એવું પણ સામે આવ્યું હતું કે મહિલાનો પતિ નરેન્દ્રભાઈ કોઈ કામ અર્થે માંગરોળ ગયો હતો ત્યારે તેના જ ઘરમાં આ ઘાતકી હત્યા થઈ હતી.

મહિલાની ઉંમર 45 વર્ષ છે અને તેને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. આ ઘાતકી હત્યાકાંડના પગલે દીકરા અને દીકરીએ માતાનો ખોળો ગુમાવી દીધો છે. ત્યારે આ પ્રકરણમાં કોણે અને શા માટે આ હત્યા નીપજાવી તેનું રહસ્ય ઉકેલાયું છે. જોકે, પોલીસ ટૂંક સમયમાં જ હત્યાનો ભેદ ઉકેલી નાખે તેવી શક્યતા છે ત્યારે એક હસતાં રમતાં પરિવારનો માળો ખૂની ખેલથી વિખાઈ ગયો છે.

મહિલાની હત્યા અંગે પોલીસ દ્વારા શકમંદ કારણના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે જ્યારે મહિલાનું માંગરોળમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. સમગ્ર માંગરોળમાં આ હત્યાકાંડે ચકચાર જગાવી દીધી છે ત્યારે હવે વધુ વિગતો તપાસ બહાર આવે તેવી શક્યતા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો