વડોદરાની ધીરજ હોસ્પિટલે સરકાર પાસેથી પૈસા લૂંટવા 469 દર્દી દાખલ બતાવ્યા, ગણ્યા તો 230 નીકળ્યા; કોરોનાના બેડ પર ભૂતિયા દર્દીઓ બતાવીને 2 કરોડ વસૂલવાની લાલચ

ધીરજ હોસ્પિટલના સંચાલકો રાજ્યસરકાર પાસે કોરોનાના દર્દીઓની સારવાર કરી રહ્યાં છે જેવું જુઠ્ઠાણુ ચલાવીને લાખો રૂપિયાની કમાણી કરવાનો મનસૂબા સાથે દર્દીઓના પરિવારજનોને બધા જ બેડ ફુલ હોવાનું જણાવતા હતા. સરકાર અને દર્દીઓ બંનેને અંધારામાં રાખીને કરોડોની કાળી કમાણી કરવાના મનસૂબા સાથે ચાલતા આ કૌભાંડનો પર્દાફાશ થયા બાદ કોરોના ઓએસડી ડો. વિનોદ રાવે જણાવ્યું હતું કે, આ રીતે ધીરજ હોસ્પિટલે રાજ્યસરકાર પાસેથી લેવાની રકમ રૂ.2 કરોડ પર પહોંચી ગઇ હતી. જોકે આ રકમની હવે ચૂકવણી થશે નહીં.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ડો. વિનોદ રાવે જણાવ્યું હતું કે, ‘આ કૌભાંડની જાણ થતાં 13મી તારીખથી તપાસ ચાલી રહી હતી. અન્ય ટીમોએ આ કૌભાંડની સમાંતર તપાસ કરી હતી.’ જિલ્લા કલેક્ટ અને ડીડીઓ દ્વારા પણ ટીમો બનાવાઈ હતી. ટીમ જ્યારે તપાસ કરવા ગઇ ત્યારે ધીરજ હોસ્પિટલે 349 સરકારના અને 120 પેઇડ બેડ પર થઇને કુલ 469 દર્દી હોવાનું જણાવ્યું હતું.

ટીમે જ્યારે ટીમે પીપીઇ કીટ પહેરીને હોસ્પિટલમાં સારવાર લેતાં એક એક દર્દીની તપાસ કરીને ગણતરી કરી ત્યારે કુલ દર્દીઓ 230 નીકળતા જ ધીરજના સંચાલકોનું કૌભાંડ બહાર આવ્યું હતું. ડીડીઓ કિરણ ઝવેરીએ જણાવ્યું કે, ‘ તપાસમાં સરકારી ફ્રી બેડ પર દર્દીઓ ઓછા નીકળશે તેવી ધારણા હતી પણ પેઇડ બેડ પર પણ દર્દીઓ ઓછા નીકળ્યાં હતા. હોસ્પિટલની માન્યતા અને કરાર રદ કરાયા છે. આ અંગે મંતવ્ય જાણવા ડો.દીક્ષીત શાહનો સંપર્ક કરવા પ્રયાસ કરાયો હતો પણ થઇ શકયો ન હતો.

ડો.દીક્ષિતની દાદાગીરી : તમે અમને શું સમજો છો, ચોર છીએ ?

ડો. વિનોદ રાવ સહિતની ટીમ તપાસ માટે પહોંચી ત્યારે ધીરજ હોસ્પિટલનો ડો. દીક્ષિત ટીમની સામે જોઇને રાડ પાડતા ‘તમે અમને શું સમજો છો, અમે ચોર છીએ. એમ કહીને દાદાગીરી કરવાનો પ્રયાસ કર્યો હતો. હોસ્પિટલનું જુઠ્ઠાણુ બહાર આવ્યું ત્યારે મીનિટોમાંથી મીંદડી બનીને ઢીલોઢસ થઇ રડવાનું નાટક પણ કર્યું હતું.

ધીરજ હોસ્પિટલના સંચાલકો નોડલ ઓફિસર ડો. ઉમા નાયકને પણ સહકાર આપતા ન હતા. તેઓ 3 વાર હોસ્પિટલમાં ગયા હતા પણ તેમને ડેટા આપવામાં આવ્યાં ન હતા. સત્તાધીશોના આવા વર્તણૂક અંગે તેમણે પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી.

ડીડીઓ કિરણ ઝવેરીએ જણાવ્યું કે, આ કૌભાંડ કેટલા સમયથી ચાલી રહ્યું હતું તેની તપાસ થશે. કારણ કે ભૂતિયા દર્દીઓ બતાવ્યા બાદ તેમના નામે કેટલા રેમડેસિવિર ઇન્જેકશનો લીધા છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો