ધરમપુરના આ તબીબે વાંકા પગના 40 શિશુને સાજા કર્યાં, સેવાની ભાવના ધરાવતા ડોક્ટર બાળકોને મફત સારવાર આપે છે

ધરમપુરના યુવા ઓર્થોપેડિક આદિવાસી તબીબે ક્લબફૂટ (પગના વાંકાપણા સાથે જન્મેલા નવજાતશિશુ ) ધરાવતા 40 જેટલા નવજાતશિશુઓને વિનામૂલ્યે સારવાર આપી પગને સીધા કરી નવજાતશિશુઓને ચાલવા માટે નવી ઉર્જા આપી છે.

ક્યોર ઇન્ડિયા અને ગુજરાત સરકારના સંયુક્ત કાર્યક્રમ અંતર્ગત સરકારી હોસ્પિટલોમાં આ સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે. પરંતુ વલસાડ સહિત ધરમપુરના ગરીબ, આદિવાસી સહિત તમામ ક્લબફૂટ ધરાવતા નવજાતશિશુઓની સેવાની ભાવના ધરાવતા તબીબે પોતાની ખાનગી હોસ્પિટલમાં બાળકોને મફત સારવાર આપી સેવાની મહેક પંથકમાં ચોમેર ફેલાવી છે.

મફત સારવાર આપી સેવાની મહેક પંથકમાં ચોમેર ફેલાવી છે.

આ રીતે થાય છે ક્લબફૂટની સારવાર

5થી 6 પ્લાસ્ટર અઠવાડિયામાં 1 પ્લાસ્ટર કર્યા પછી પગની સામાન્ય શસ્ત્રક્રિયા કરવામાં આવે છે. પ્લાસ્ટર કરી 21 દિવસ રાખવામાં આવે છે. ત્યારબાદ બાળકને 5 વર્ષ સુધી બુટ પહેરાવવામાં આવતા સાજા થઈ જાય છે.

ઘણા પાસે બસભાડાના પણ પૈસા નથી

બસભાડાના પૈસા નથી એવા આદિવાસી સહિત ક્લબફૂટ ધરાવતા નવજાતશિશુઓના માતાપિતાએ બાળકને પ્લાસ્ટર માટે દર અઠવાડિયે દવાખાને જવું પડે છે. જો શિશુઓને સમયસર સારવાર ન મ‌ળે તો કાયમી અપંગતા આવે, જેથી તમામ સારવાર મફત આપવાનો મેં સંકલ્પ કર્યો હતો. ડો.નીતિન પટેલ, કિઆના ઓર્થો એન્ડ ટ્રોમા સેન્ટર, ધરમપુર..

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો….

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો