કોરોનામાં ધંધુકા સ્વામિનારાયણ ગુરુકુળની અનોખી પહેલ, 1070 વિધાર્થીઓની પુરેપુરી 70 લાખ રૂપિયા ફી માફ કરી

શ્રી હરિજ્ઞાન પ્રચારક ટ્રસ્ટ સંચાલિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય ધંધુકાએ હાલ કોરોના મહામારીના કપરા સમયમાં વિધાર્થીઓનો અભ્યાસ જળવાઈ રહે તે માટે ધંધુકામાં જૂનથી ઓનલાઈન વર્ચ્યુઅલ ક્લાસનું તાસબદ્ધ આયોજન કરેલું છે અને સાતત્યપૂર્ણ ચાલી રહ્યું છે. કોરોનામાં લોકડાઉન અને અન્ય કારણોથી વ્યાપક સ્તરે લોકોના ધંધા, વ્યવસાય, નોકરીઓને ખુબ અસર થઇ છે તેવા સંજોગોમાં વાલીઓને બાળકોની ફી ભરવામાં મુશ્કેલી પડી રહી છે. ત્યારે ગુરુકુળ વિદ્યાલય ધંધુકાના સ્થાપક -પ્રેરક બાપુ સ્વામીએ સૌજન્ય સહયોગથી વર્ષ 2019-20ના શાળાના તમામ 1070 વિધાર્થીઓની 100 ટકા ફી માફ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તમામ વિધાર્થીઓની 70 લાખ રૂપિયા જેટલી ફી માફ કરવામાં આવી છે. શાળાના તમામ શિક્ષકોને 100 ટકા પગાર નિયમિત આપવામાં આવ્યો છે. શિક્ષકો ઓનલાઈન શિક્ષણ કાર્ય કરી રહ્યા છે. શાળા બંધ છે પણ શિક્ષણ નહીં એ ધ્યેયથી ઉત્તમ શૈક્ષણિક કાર્ય થઇ રહ્યું છે.

સંસ્થાપક બાપુ સ્વામીએ જણાવ્યું હતું કે કોરાના કાળમાં લોકોની હાલત મુશ્કેલી ભરેલી છે તેવામાં વાલીઓ પાસેથી સ્કૂલ ફી ભરાવીએ તે ખુબ કપરુ હતું. વળી સંસ્થામાં પહેલાથી જ 400 જેટલી વિદ્યાર્થીનીને મફત શિક્ષણ આપવામાં આવતું હતું . તેવામાં 670 વિદ્યાર્થીઓ પાસે ફી લેવાતી હતી, જે આ વર્ષે માફ કરવામાં આવી છે.

તાલુકા બી.આર.સી. કોર્ડીનેટર ડો રઘુવીરસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે 2005થી સેવા યજ્ઞ ચલાવી રહી છે. ધંધુકા જેવા પછાત વિસ્તારમાં સ્વામિનારાયણ ગુરુકુળ આશીર્વાદ રુપ સાબિત થાય છે. રાજ્યમા જ્યારે વાલીઓએ ફી માફી માટે આંદોલનો કર્યા છે એવામાં આ સંસ્થા વિદ્યાર્થીઓની વહારે આવી છે. વળી રાજ્યમાં સવા લાખ જેટલા શિક્ષકો નોન ગ્રાન્ટેડ સ્કૂલમા કામ કરી રહ્યા છે. ત્યા અમુક સંસ્થા દ્રારા શિક્ષકોને છુટા કરવામા આવ્યા છે. એવામાં ધંધુકા સ્વામિનારાયણ ગુરુકુળમાં કોઇપણ શિક્ષકને છુટ્ટા કર્યા વગર તેમને પૂરુ ગાર ધોરણ આપવાનો સંસ્થાએ મોટો નિર્ણય લીધો છે.

સંસ્થાના સુપરવાઇઝર અને શિક્ષકો કહી રહ્યા છે કે ગુરુકુલમાં 55 જેટલા કર્મચારીઓ છે. જેમા કોઈપણ કર્મચારીને છુટા નહીં કરીને તથા પગાર નહીં કાપીને સંસ્થાએ તેમના પરીવારનું ધ્યાનં રાખ્યું છે. આવી સંસ્થામાં કામ કરવું તેઓ માટે સદનસીબ છે. આ કોરોના કાળમાં રાજ્યમાં સામાન્ય લોકો હાલ ગુજરાન ચલાવા માટે ફાંફાં મારી રહ્યા છે તેવામાં આ સંસ્થાએ ફી માફ કરી મોટી રાહત આપી છે. તેથી સમગ્ર વાલીઓએ સંસ્થાનો આભાર માન્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો