વડગામના બાવલચુડી ગામમાં દેવીપૂજક પરિવારના યુવાનનું આર્મીમાં સિલેકશન થતાં ગોમલોકોએ સન્માન કર્યું

વડગામના બાવલચુડી ગામના દેવીપૂજક યુવાનનું ઈન્ડિયન આર્મી રેન્કિગમાં આર્ટિલરી ટ્રેનીંગમાં પોસ્ટીન્ગ થયું હતું. બાવલચુડી ગામના દેવીપૂજક પરિવારમાંથી સરકારી જોબ મેળવનાર સહુ પ્રથમ હોવાથી સમાજ સહિત ગોમલોકોએ સન્માન કર્યું હતું.

બાવલચુડી ગામના મેહુલ વાઘેલાની ઈન્ડિયન આર્મીની આર્ટિલરી (તોપખાના) રેન્કમાં તાલીમ સહ જોબ પ્રાપ્ત થઇ હતી. બાબુભાઈ વાઘેલાના પુત્ર મેહુલે ઈન્ડિયન આર્મીમાં રેન્ક પ્રાપ્ત કરતાં ગ્રામજનો દ્વારા સન્માનીત કરાયા હતા. કાર્યક્રમ દરમિયાન મેહુલે માતૃભુમિની રજ માથે ચડાવી હતી. ત્યારબાદ બહેન પ્રિયંકા દ્વારા કુમકુમ તીલક કરાયું હતું. મેહુલે જણાવ્યું હતું કે ‘દેશની સેવા કરવાનો મોકો મળ્યો છે, જેનાથી ગૌરવ અનુભવું છું.’ સરપંચ ઝુબેરભાઈ મોમાયા, પૂર્વ પ્રિન્સીપાલ પરસોતમભાઈ એસ.ભગતએ મેહુલને અભિનંદન પાઠવી આવા યુવાનો આગળ આવે તે માટે આશીર્વચન પાઠવ્યા હતા. કાર્યક્રમમાં અગ્રણીઓ અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો