શું છે ડિટોક્સ વોટર? શું તેના સેવનથી વજન ઘટાડી શકાય છે? તેના લાભ-ગેરલાભ જાણો અને શેર કરો

શું તમે ક્યારેય વજન ઘટાડવા માટે ડીટોક્સ વોટર (Detox Water) અજમાવ્યું છે? ડિટોક્સ વોટર ફળો (Fruits)અને શાકભાજીને (Vegetables)પાણીમાં ઉમેરીને તૈયાર કરવામાં આવે છે. આમાં વધુ એન્ટીઑકિસડન્ટ હોય તે જ ફળો અને શાકભાજીને સામેલ કરવા જોઈએ. જેના કારણે પાણીમાં હાજર પોષક તત્વો વધી જાય છે, જેના કારણે ડિટોક્સ પાણી પીવું સ્વાસ્થ્ય માટે સામાન્ય પાણી કરતાં વધુ ફાયદાકારક છે.

શું ડિટોક્સ વોટરના સેવનથી વજન ઘટાડી શકાય છે?
હેલ્થલાઇનમાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર, ડિટોક્સ વોટરમાં કેલરીની માત્રા ઘણી ઓછી હોય છે. લોકો વજન ઘટાડવા માટે ડિટોક્સ વોટર પીવાનો પણ આગ્રહ રાખે છે. ખાસ કરીને ફળોમાંથી બનેલા સોડા અને હાઈ સુગર ડ્રિન્ક્સ કરતાં ડિટોક્સ પાણી પીવું વધુ ફાયદાકારક છે. પાણી પીવાથી વજન ઘટે છે અને તે જ ડીટોક્સ વોટર પર પણ લાગુ પડે છે. પાણી પીવાથી મેટાબોલિક રેટ વધે છે, જે વધુ કેલરી બર્ન કરે છે. અભ્યાસ મુજબ, અડધો લીટર પાણી પીવાથી લગભગ એક કલાક સુધી શરીરમાં મેટાબોલિક રેટ 30% વધી શકે છે. આ સાથે જ પાણી પીવાની અસર તમારી ભૂખ પર પણ પડે છે. જો તમે ભોજન કરતા પહેલા પાણી પીઓ છો, તો તમારી ભૂખ ઓછી થાય છે અને તમે ઓછું ખાઓ છો.

ડિટોક્સ વોટરના લાભ
ડિટોક્સ વોટર (Detox water) વિવિધ પ્રકારના ફળો અને શાકભાજીને કાપીને બનાવવામાં આવે છે, જે તેમાં એન્ટીઓક્સીડેન્ટ અને ઘણા પ્રકારના પોષક તત્વોની માત્રામાં વધારો કરે છે. આ પાણી શરીર માટે ખૂબ જ આરોગ્યપ્રદ છે. તમે આમાં જે પણ ફળો અને શાકભાજી ઉમેરશો તે મુજબ તેના શરીર પર ફાયદા પણ થશે. જો તમે આદુના પાતળા- પાતળા ટુકડા કરીને પાણીમાં ઉમેરી તેને પીશો તો તેનાથી પેટ સ્વસ્થ રહેશે, પેટ ફૂલવાની સમસ્યા નહીં થાય. ડિટોક્સ વોટર રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે, પીએચ સ્તરને સંતુલિત કરે છે, તેમજ શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે.

કઈ વસ્તુઓથી તૈયાર કરશો ડિટોક્સ વોટર?
કોઈપણ શાકભાજી અને ફળોને કાપીને ડિટોક્સ વોટર તૈયાર કરવામાં આવે છે. આમાં ફળો અને શાકભાજીને પેસ્ટ કે પાઉડર બનાવવામાં આવતાં નથી. ડીટોક્સ વોટર બનાવવા માટે તમે કાકડી, આદુ, લીંબુ, સફરજન, નારંગી, ફુદીનો, હળદર, પાઈનેપલ, તરબૂચ, બેરી, તુલસી, કેરી વગેરેને મિક્સ કરી શકો છો.

ડિટોક્સ વોટરના ગેરલાભ
ડિટોક્સ વોટર સ્વાદની સાથે સ્વાસ્થ્યને વધારનારા ગુણોથી ભરપૂર છે. આ ડ્રિંકને તમે આખા દિવસમાં અનેક વખત પી શકો છો. પરંતુ, ઘણી વખત વધુ પડતું ડિટોક્સ વોટર પીવાથી સ્વાસ્થ્યને નુકસાન પણ થાય છે, કારણ કે તે શરીરને વધુ હાઈડ્રેટ બનાવી શકે છે. જ્યારે તમે વધુ ડિટોક્સ વોટર પીઓ છો, ત્યારે શરીરમાં પાણીની માત્રા વધુ થઈ જાય છે. આ તમને હાયપોનેટ્રેમિયાથી પીડિત કરી શકે છે. આ એવી સ્થિતિ છે જેમાં લોહીમાં સોડિયમનું સ્તર ખૂબ જ ઓછું થઈ જાય છે અને શરીરમાં પાણીનું પ્રમાણ વધુ થઈ જાય છે. તેનાથી માથાનો દુ:ખાવો, ઉબકા, ઉલટી, ચક્કર, થાક, મૂંઝવણ થઈ શકે છે. આવી સ્થિતિમાં તમે દિવસમાં જેટલું પાણી પીઓ છો એટલું જ ડિટોક્સ વોટર પીઓ.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો