સરકારી નોકરીની રાહ જોતા સુરતના યુવકની નોકરી ‘ભ્રષ્ટ બાબુઓ’ ખાઈ ગયા! પરીક્ષામાં પહેલો નંબર છતાં ચોથા નંબરના યુવકને અપાઈ નોકરી?

દરેક યુવકને ભણીગણીને સરકારી નોકરી અને તેમાં પણ સારા પગારે નોકરી (Government Job) કરવાની ઈચ્છા હોય. જો કે, સરકારી નોકરી મેળવવા માટે સુરતના યુવકે ઘણો સંઘર્ષ કરીને પરીક્ષા આપી અને પ્રથમ નંબર પણ લાગ્યો હતો. જોકે, ભ્રષ્ટ અધિકારી (Corrupt officer) અને લાગવક ધરાવતા અધિકારીએ પરીક્ષામાં પ્રથમ આવેલા યુવકની નોકરી ચોથા ક્રમમાં પાસ થનારા યુવકને આપી હોવાનો આક્ષેપ સુરતનો યુવક કરી રહ્યો છે. આ યુવકે પોતાની નોકરી પાછી મળવવા માટે કોર્ટના દ્વાર ખખડાવ્યા છે સાથે જ મુખ્યમંત્રી ઉપર પણ આક્ષેપો કર્યા છે.

સુરતના યોગી ચોક વિસ્તારમાં રહેતા જતિનભાઈ સરકારી નોકરી મેળવા માંગતા હતા. વર્ષ 2019માં બરોડા કોર્પોરેશન (Baroda corporation) ખાતે કાર્યપાલક ઈજનેરની (Executive engineer) જગ્યા માટે ઓનલાઈ ભરતી શરું કરવામાં આવી હતી. આ જગ્યા માટે હજારો લોકોએ અરજી કરી હતી. સરકારી નોકરી માટે સરકાર દ્વારા લેખીત પરીક્ષા લેવામાં આવી હતી.

ત્યારબાદ મૌખિક ઈન્ટરવ્યૂ કરવામાં આવ્યા હતા. સુરતના જતિન નામના યુવકે લેખિત પરીક્ષામાં સૌથી વધુ 231 માર્ક મેળવ્યા હતા. અને મૌખિકમાં 209 માર્ક મેળવીને પ્રથમ નંબર મેળવ્યો હતો. જોકે, યુવક પ્રથમ હોવા છતાં સરકાર દ્વાર આ નોકરી ચોથા ક્રમે પાસ થનારા ધાર્મિક દવેને આપી હતી. જેને લેખિત પરીક્ષામાં 181 અને મૌખિક પરીક્ષામાં 176 માર્ક સાથે પાસ થયો હતો.

આ અંગેની જાણ જતિનને પડતા નોકરી માટે સાચો હકદાર પોતે હોવા છતાં ચોથા ક્રમે પાસ થનારા યુવકને નોકરી આપતા જતિને નોકરી પાછી મેળવવા માટે સરકારમાં અરજીઓ સાથે કોર્ટમાં કેસ કર્યો છે.

પોતાની મહેનત છતાં બીજાને નોકરી આપતા યુવકે ગાંધીનગર સુધી લડત આપતા સીએમ સુધી લેખિતમાં અરજી કરી હતી. આ સાથે જ પોતાના હક માટે હાઈકોર્ટમાં પિટીશન કરી લડત આપી રહ્યો છે.

યુવકનું કહેવું છે કે લાગવગવાળા યુવકોને નોકરી આપવી છે તો ઓનલાઈન પરીક્ષા લઈને યુવકોને કેમ હેરાન કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં સરકાર અને ખાસ કરીને રાજ્યના મુખ્યમંત્રી આવા કૌભાંડમાં સંડોવાયેલા હોવાના સીધા આક્ષેપો આ યુવાને કર્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો