અમદાવાદમાં કેસો સતત વધી રહ્યા છે ત્યારે માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન હોવા છતાં મેયરે તુલસી છોડના વિતરણનો કાર્યક્રમ યોજ્યો
અમદાવાદમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. રોજના 250થી વધુ કેસો નોંધાય છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને મેયર વિવાદમાં આવ્યા છે. કોરોનાના કેસો આવેલા છે એવા માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન નારણપુરાના મંગલમૂર્તિ એપાર્ટમેન્ટમાં આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. તુલસી રોપાના છોડના વિતરણનો કાર્યક્રમ મેયર બીજલ પટેલની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ વીડિયો કોન્ફરન્સથી ઉદ્ઘાટન કર્યું હતું. માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન હોવા છતાં મેયરે આ જ જગ્યાએ કાર્યક્રમ યોજવાનો નિર્ણય લેતા અનેક સવાલ ઉભા થઇ રહ્યા છે. શું શાસક પક્ષ ભાજપને કોરોનાના સંક્રમણ અંગે કોઈ જ ગંભીરતા નથી ?
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
કાર્યક્રમ મામલે મેયર ચૂપ, બબાલ શરૂ
આ કાર્યક્રમ અંગે બીજલ પટેલને પૂછતાં તેમણે કંઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો. જોકે, મેયર સહિતના લોકોએ પાંચેક કુંડા વિતરણ કર્યા બાદ લોકો મોટી સંખ્યામાં આવી ગયા હતા અને તે લોકોને કુંડા ન મળતા ભારે ભીડ સર્જાઈ હતી. આખરે આ મુદ્દાને લઈને બબાલ પણ થઈ હતી.
શું આસપાસના નાગરિકોની મેયર કે ભાજપના નેતાઓને પડી નથી?
અમદાવાદ આખું મારું છે કહેનારા મેયર બીજલ પટેલની મનમાની વધી રહી છે. નારણપુરાનું મંગલમૂર્તિ એપાર્ટમેન્ટ માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન હોવા છતાં
આ એપાર્ટમેન્ટમાં આજે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેયર બીજલ પટેલની અધ્યક્ષતામાં તુલસી રોપાના છોડના વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. શું માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં કાર્યક્રમ યોજવો જરૂરી હતો? શું આસપાસના નાગરિકોની મેયર કે ભાજપના નેતાઓને પડી નથી? કાર્યક્રમ મંજૂરી કઈ રીતે આપવામાં આવી તેના પર સવાલ ઉભા થઇ રહ્યા છે. કેમ સરકાર અને કોર્પોરેશનના ધ્યાને આ બાબત નહોતી કે નારણપુરા મંગલમૂર્તિ એપાર્ટમેન્ટ માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન છે. આ કાર્યક્રમમાં મહેસૂલ મંત્રી કૌશિક પટેલ પણ ઉપસ્થિત રહેવાના હતા. જો કે તેઓ ઉપસ્થિત રહ્યા ન હતા. ડેપ્યુટી મેયર દિનેશ મકવાણા, પક્ષના નેતા અમિત શાહ અને દંડક રાજુભાઇ સહિતના નેતાઓ કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચી ગયા હતા.
લોકોએ રોપા લેવા પડાપડી કરી, સોશિયલ ડિસ્ટન્સિગના લીરેલીરા ઉડ્યાં
માત્ર એટલું જ નહીં, કાર્યક્રમ દરમિયાન ભીડ એકઠી થઈ ગઈ હતી. માત્ર 50 જ રોપા આપવાના હતા ત્યારે માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં કોર્પોરેશનના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાયું ન હતું. લોકો ભેગા થઈ અને રોપા લેવા પડાપડી કરી હતી. કાર્યક્રમ પૂરો કરી મેયર અને અન્ય નેતાઓ રવાના થઈ ગયા હતા. શાસક પક્ષની મનમાનીમાંથી નારણપુરામાં અનેક લોકો કોરોનાનાં ભોગ બની શકે છે.
ભગવાન જગન્નાથની જળયાત્રામાં નાયબ મુખ્યમંત્રી ગયા પણ મેયર નહીં
આજે ભગવાન જગન્નાથજીની જળયાત્રા યોજાઈ હતી, જેમાં મંદિરના ટ્રસ્ટી, મહંત અને મર્યાદિત લોકોની હાજરી હતી. કોરોના મહામારીના કારણે ઓછા લોકો અને સાદાઈથી જળયાત્રા યોજી હોવા છતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જળયાત્રામાં હાજરી આપી હતી. પરંતુ મેયર તેમની જવાબદારી ભૂલી તુલસી છોડ વિતરણના કાર્યક્રમમાં પહોંચી ગયા હતાં. કોર્પોરેશનના એકપણ નેતા ભગવાનના કાર્યમાં ગયા નહીં પણ ઉદ્ઘાટન કાર્યક્રમમાં પહોંચી ગયા હતાં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

