તમિલનાડુ પછી ગુજરાત એકમાત્ર રાજ્ય જ્યાં દરિયાનું ખારું પાણી મીઠું કરાશે, દહેજમાં 100 MLDના પ્લાન્ટનું ભૂમિપૂજન

ભરૂચ જિલ્લાના દહેજ ખાતે દરિયાના 100 MLD પાણીના ડિસેલિનેશન પ્લાન્ટનું રૂપિયા 881 કરોડના ખર્ચે નિર્માણ થવાનું છે. જેનું આજરોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ સમયે તેમણે જણાવ્યું કે, ભારતમાં તામિલનાડુ પછી ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે. જ્યાં દરિયાના ખારા પાણીને મીઠું બનાવવાનો પ્રોજેક્ટ શરૂ કરાશે.

આઠ ડિસેલિનેશન પ્લાન્ટ સ્થપાશે

દહેજ ખાતે ઉપસ્થિત મુખ્યમંત્રીએ સભાને સંબોધતા જણાવ્યું હતું કે, 1600 કિમી લાંબો સમુદ્ર કિનારો ધરાવતા ગુજરાતમાં દરિયાઈ ખારા પાણીનો ઉદ્યોગો-ખેતી-પીવાના પાણી તેમજ અન્ય વપરાશ માટે કરી શકાય તે માટે રાજ્યમાં ખારા પાણીને શુદ્ધ પાણીમાં રૂપાંતર કરતાં આઠ ડિસેલિનેશન પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે. જામનગર પાસે પણ આવો એક ડિસેલિનેશન પ્લાન્ટ બની રહ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું કે, ભારતમાં તામિલનાડુ પછી ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે. જ્યાં દરિયાના ખારા પાણીને મીઠું બનાવવાનો પ્રોજેક્ટ શરૂ કરાશે.

25 હેક્ટરમાં બનાવવામાં આવશે પ્લાન્ટ

દહેજ ઔદ્યોગિક વસાહતના ઉદ્યોગો માટે અવિરત પાણીની જરૂરિયાત મુજબ પ્રવર્તમાન સમયમાં 454 MLD પાણી પુરવઠા યોજના સ્થાપિત થયેલી છે. આ PCPIR વસાહતનો પૂર્ણત: વિકાસ થતાં 1000 MLD પાણીની જરૂરિયાતોનો અંદાજ છે. આ જરૂરિયાતને પહોંચી વળવાના હેતુસર ઉદ્યોગો માટે જરૂરી પાણીના વૈકલ્પિક સ્ત્રોત તરીકે સમુદ્રના ખારા પાણીના શુધ્ધીકરણથી તેને ઉપયોગ યુક્ત બનાવવા માટે 100 MLD ક્ષમતાનો ડિસેલીનેશન પ્લાન્ટ દહેજમાં આગામી ત્રીસ માસમાં નિર્માણ થશે. આ ડિસેલિનેશન પ્લાન્ટ 25 હેક્ટર વિસ્તારમાં આકાર પામશે અને પ્રોજેક્ટ પૂર્ણ થતાં કુલ 555 MLD પાણીનો જથ્થો ઉપલબ્ધ થશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો