જૂનાગઢમાં જમીન એનએ કરવા માટે નાયબ મામલદાર એક લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

સામાન્ય રીતે અત્યારે કોઈપણ સરકારી કામ કરાવવા માટે લોકોને સરકારી બાબુઓને ચા પાણીના એટલે કે લાંચ (bribe) માટે રૂપિયા આપવા પડે છે ત્યારે પોતાનું કામ નીકળે. જોકે, આવાં લાંચીયા અધિકારીઓ સામે નાગરીકો પણ જાગૃત થઈને એસીબીનો સહારો લેતા હોય છે. અને એસીબીના (ACB) હાથે પકડાવવામાં ઉમદા કામગીરી કરતા હોય છે. આવો જ એક કિસ્સો જૂનાગઢમાં (Junagadh) સામે આવ્યો છે. અહીં જૂનાગઢ મામલતદાર કચેરીના નાયબ મામલતદાર (Dy Mamalatdar) જમીન એનએ કરવા માટે એક લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા હતા.

મળતી માહિતી પ્રમાણે ફરિયાદીએ પોતાની માલીકીની જમીન ધંધાર્થે કારખાનું નાખવા તથા અન્ય કોમર્સિયલ ઉપયોગ અથવા વેચાણ કરવા સારુ બીનખેતી કરવાની હોય ઓનલાઇન અરજીઓ કરેલી હતી.

જે બાબતે આક્ષેપીતને રૂબરૂ મળ્યા હતા. અને પોતે કરેલી અરજી બાબતે વાતચીત કરતા દર ચોરસ મીટરે રૂપિયા ત્રીસ (રૂા.30)નો વહીવટ કરવો પડશે. તેમ આક્ષેપીતે જણાવેલ જે ચોરસ મીટર દીઠ રૂા.30 લેખે અંદાજીત રૂા.3,90,000 જેટલી મોટી રકમ લાંચ પેટે આપવાની થતી હતી.

જે લાંચની રકમ ફરિયાદી પોતે આપવા માંગતો ન હોય આક્ષેપીતની કચેરી ખાતે રૂબરૂમાં જઇ હેતુલક્ષી વાતચીત કરી રકજકના અંતે રૂપિયા ત્રણ લાખ રૂપિયાનો વહીવટ કરવો પડશે તેવી માંગણી કરી હતી.

ફરિયાદીએ રૂપિયા એક લાખ આજરોજ આક્ષેપીત મકવાણાને આપવાનુ અને બાકીના રૂપિયા કામ પતી ગયા પછી આપવાનો વાયદો કર્યો હતો. જે ફરિયાદીની ફરિયાદ આધારે લાંચનું છટકુ ગોઠવતા આરોપીએ લાંચની રકમ રૂ.1,00,000 સ્વીકારતા સ્થળ પર ઝડપાઈ ગયા હતા. સુપર વીઝન અધિકારી બી એલ દેસાઈના માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સ્પેક્ટર એમ. એ વાઘેલા એ છટકુ ગોઠવતા નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો