તેલંગાણા દુષ્કર્મ કેસમાં પ્રદર્શનકારીઓની માંગ – દરેક આરોપીઓને ફાંસી પર લટકાવો, વકીલોએ કેસ લડવાથી ઇનકાર કર્યો

તેલંગાણાના રંગા રેડ્ડી જિલ્લામાં 26 વર્ષીય વેટરનરી ડોક્ટરની દુષ્કર્મ બાદ હત્યાથી દેશભરમાં આક્રોશ છે. શનિવારે હૈદરાબાદના શાદનગર થાણા બહાર લોકોએ પ્રદર્શન કર્યું હતું. અમુક લોકોએ આરોપીઓને સુનવણી વિનાજ ફાંસી પર ચઢાવવા અથવા તો એન્કાઉન્ટર કરવાની માગ કરી હતી. બીજી તરફ સ્થાનિક બાર એસોસિએશને આરોપીઓ તરફથી વકાલત કરવાનો ઇનકાર કરી દીધો છે. પોલીસે કોર્ટમાં આરોપીઓની રજૂઆત દરમિયાન સુરક્ષા વધારી હતી. કોર્ટે ચારેયને 14 દિવસની જ્યૂડીશ્યલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો હતો.

વેટરનરી ડોક્ટર તેના ઘરેથી લગભગ 30 કિલોમીટર દૂર સ્થિત હોસ્પિટલમાં કામ કરતી હતી. ઘરે પરત આવતી વખતે બુધવારે રાત્રે તેની સાથે સામુહિક દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગુરૂવારે સવારે તેનો મૃતદેહ સળગેલી હાલતમાં મળ્યો હતો. શુક્રવારેજ શમ્શાબાદમાં એક અન્ય મહિલાનો બળી ગયેલો મૃતદેહ મળ્યો હતો.

મહિલા ડોક્ટર સાથે થયેલી હેવાનિયતનો મામલો શુક્રવારે દેશભરમાં મુખ્ય રહ્યો હતો. ત્યારબાદ સાઇબરાબાદ પોલીસે ચારેય આરોપી મોહમ્મદ અરીફ, જોલૂ શિવા, જોલૂ નવીન અને ચિંતાકુંટા ચેન્નાકેશવુલુની ધરપકડ કરી હતી. આરીફની ઉંમર 26 વર્ષ છે જ્યારે બાકીના આરોપીઓની ઉંમર 20 વર્ષ છે. દરેકની ધરપકડ નારાયણપેટ જિલ્લામાંથી કરવામાં આવી હતી. આરોપીઓ ટ્રક ડ્રાઇવર અને ક્લીનર છે જેમણે દારૂ પીધા બાદ 7 કલાક સુધી ડોક્ટર સાથે હેવાનિયત આચરી હતી. ત્યારબાદ પીડિતાને શાદનગરના બાહ્ય વિસ્તારમાં સળગાવી દેવામાં આવી હતી.

કોઇ વકીલ આરોપીઓનો કેસ નહીં લડે: બાર એસોસિએશન

શાદનગરના સ્થાનિક કોર્ટથી સંબંધિત બાર એસોસિએશને ઘટનામાં સંડોવાયેલા ચારેય આરોપીઓનો કેસ લડવાથી ઇનકાર કરી દીધો છે. એસોસિએશને કહ્યું- કોઇ પણ વકીલ કોર્ટમાં ચારેય આરોપીઓની વકાલત કરવા નહીં જાય અને કાયદાકીય સહાયતા પણ ઉપલબ્ધ કરાવવામાં નહીં આવે. દુષ્કર્મ અને હત્યાના આરોપીઓને મહેબૂબનગરની ફાસ્ટટ્રેક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો