શહીદ કોન્સ્ટેબલ રતનલાલના પરિવારને 1 કરોડ અને ઘરના 1 સભ્યને નોકરી આપવાની CM કેજરીવાલે જાહેરાત કરી

દિલ્હી હિંસામાં શહીદ થયેલા રતન લાલના પરિવારને કેજરીવાલ સરકારે 1 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આ સિવાય તેમના પરિવારના એક સભ્યને નોકરી પણ આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી વિધાનસભામાં આની જાહેરાત કરી હતી. ગોકુલપુરીમાં CAA વિરુદ્ધ પ્રદર્શન દરમિયાન હેડ કોન્સ્ટેબલ રતન લાલનું મોત થયું હતું. હેડ કોન્સ્ટેબલ રતન લાલ સહાયક પોલીસ આયુક્તના કાર્યાલય સાથે સંકળાયેલા હતા. તેઓ મૂળ રાજસ્થાનના વતની હતા. પરિવારની સાથે બુરાડીના અમૃત વિહારમાં રહેતા હતા. તેમના પરિવારમાં પત્ની પૂનમ, બે દીકરી અને એક 9 વર્ષનો દીકરો છે. ત્રણેય બાળકો અભ્યાસ કરી રહ્યા છે.

દિલ્હી હિંસામાં શહીદ થયેલા રતનલાલના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. રતનલાલના તેમના પૈતૃક ગામ તિહાવલી સ્થિત સ્મશાન ભૂમિ પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમના 7 વર્ષીય દીકરાએ તેમને મુખાગ્નિ આપી હતી. તેમની અંતિમયાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા અને શહીદ રતનલાલ અમર રહે, વંદે માતરમના નારા લાગ્યા હતા.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સોમવારે દિલ્હીમાં થયેલી હિંસામાં મોતને ભેટેલા દિલ્હી પોલીસના હેડ કોન્સ્ટેબલ રતન લાલની પત્નીને મંગળવારે પત્ર લખીને શોક સંદેશ મોકલ્યો હતો. તેમાં તેમણે કહ્યું કે, આખો દેશ આ દુઃખના સમયમાં બહાદુર પોલીસકર્મીના પરિવારના સાથે છે. રતન લાલની પત્ની પૂનમ દેવીને લખેલા પત્રમાં અમિત શાહે કહ્યું કે, તેમણે કર્તવ્ય નિભાવતા સર્વોચ્ચ બલિદાન આપ્યું છે.

ગૃહ મંત્રી અમિત શાહે પોતાના પત્રમાં લખ્યું, તમારા બહાદુર પતિ સમર્પિત પોલીસકર્મી હતા, જેમણે મુશ્કેલ પડકારોનો સામનો કર્યો. સાચા સિપાહીની જેમ તેમણે આ દેશની સેવા માટે સર્વોચ્ચ કુરબાની આપી. હું ઈશ્વર પાસે તમને આ દુઃખ અને અસમય ક્ષતિને સહન કરવાની શક્તિ પ્રદાન કરવાની પ્રાર્થના કરું છું. અમિત શાહે કહ્યું કે, આ દુઃખના સમયમાં આખો દેશ તમારા પરિવારની સાથે છે.

ઉત્તર-પૂર્વી દિલ્હીમાં સંશોધિત નાગરિકતા કાયદા વિરુદ્ધ પ્રદર્શનો દરમિયાન ફેલાયેલી હિંસામાં હેડ કોન્સ્ટેબલ રતન લાલ સહિત 13 લોકોના મોત થયા છે. પ્રદર્શનકારીઓએ છેલ્લાં 3 દિવસોમાં ઘરો, દુકાનો, વાહનો અને એક પેટ્રોલ પંપને આગને હવાલે કરી દીધા. તેમણે સુરક્ષા દળો પર પથ્થરમારો કર્યો. રાજસ્થાનના સીકર જિલ્લામાં ફતેહપુર-શેખાવટી તાલુકાના તેહાવલી ગામમાં રહેતા રતન લાલ પણ આ હિંસામાં મૃત્યુ પામ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો