દેશમાં સતત વધતા પેટ્રોલ-ડીઝલના ભાવની વચ્ચે દિલ્હી સરકારે એક ઝાટકે રૂ.8.36નો ધરખમ ઘટાડો કર્યો
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારે એક મોટી જાહેરાત કરી છે. પાટનગરમાં કોરોના વાયરસના સંકટ વચ્ચે કેજરીવાલ સરકારે ડીઝલની કિંમતમાં ઘટાડો કરવાનો નિર્ણ લીધો છે. દિલ્હીમાં ડીઝલ પર માત્ર 16 ટકા વેટ લગાવામાં આવશે. કેજરીવાલ સરકારની આ રાહતની સાથે દિલ્હીમાં હવે ડીઝલની કિંમતમાં 8.36 રૂપિયાનો ઘટાડો થયો છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
ભારતમાં હાલમાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. જેના કારણે જાહેર કરાયેલા લોકડાઉનને લઇને લોકોની રોજગારી પર અસર જોવા મળી હતી. જો કે લોકડાઉન બાદ દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત વધારો જોવા મળ્યો હતો. જો કે હાલમાં દિલ્હી સરકારે ડીઝલ પરના વેટમાં ઘટાડો કર્યો છે.
Delhi Cabinet has decided to reduce VAT on diesel from 30% to 16.75%. This will reduce price of diesel in Delhi from Rs 82 to Rs 73.64 i.e. by Rs 8.36 per litre: Delhi CM Arvind Kejriwal pic.twitter.com/uQItBFObqC
— ANI (@ANI) July 30, 2020
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીવાસીઓને મોટી રાહત આપી છે. કેજરીવાલે ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો છે. દિલ્લીમાં ડીઝલ પર હવે માત્ર 16 ટકા વેટ લગાવવામાં આવશે.
જેના કારણે દિલ્હીમાં ડીઝલના ભાવમાં 8.36 રૂપિયાનો ઘટાડો થયો છે. દિલ્લીમાં અત્યાર સુધી 82 રૂપિયા પ્રતિ લીટરના ભાવે ડીઝલનું વે્ચાણ થઈ રહ્યું હતું.. ડીઝલ પરના વેટમાં 30 ટકાનો ઘટાડો કરીને 16 ટકા વેટ કરી દેવામાં આ્યો છે. જેથી હવે દિલ્લીમાં ડીઝલ 73.64 રૂપિયા પ્રતિ લીટર મળશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

