હવે તમારા ફરવાનો ખર્ચ ઉઠાવશે સરકાર, કેન્દ્ર સરકારે પર્યટનને પ્રોત્સાહન આપવા ‘દેખો અપના દેશ’ યોજના શરૂ કરી, અહીં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે

કેન્દ્ર સરકારે પર્યટનને પ્રોત્સાહન આપવા માટે યોજના શરૂ કરી છે, જેમાં તમારો ફરવાનો બધો ખર્ચ સરકાર ઉઠાવશે. ‘દેખો અપના દેશ’ નામની આ યોજનાનો લાભ ભારતનો કોઈપણ નાગરિક ઉઠાવી શકે છે. આ યોજના હેઠળ, વર્ષ 2022 સુધીમાં, તમારે તમારા ગૃહ રાજ્ય સિવાય અન્ય રાજ્યોના 15 પર્યટન સ્થળોની મુસાફરી કરવાની રહેશે અને ત્યાંના ફોટો સરકારને મોકલવાના રહેશે.

આવી રીતે ફરવાની તક મળશે

આ સ્કીમ અંતર્ગત મુસાફરોને એક વર્ષમાં 15 પર્યટન સ્થળોની મુલાકાત લેવાની રહેશે. એટલે કે તમે તમારી યાત્રા ગમે ત્યારે શરૂ કરી શકો છો, પરંતુ તેને એક વર્ષની અંદર પૂરી કરવાની રહેશે. એક વર્ષમાં કોઈપણ 15 પર્યટન સ્થળોની મુલાકાત લીધા બાદ ત્યાં ફોટો ક્લિક કરવાના રહેશે. પોતાના ફોટો અને ખર્ચની વિગતો સત્તાવાર વેબસાઈટ https://pledge.mygov.in/my-country/પર અપલોડ કરવાની રહેશે. જો કે, તમામ પર્યટન સ્થળો તમારા ગૃહ રાજ્યની બહારના હોવા જોઈએ. ફોટા અતુલ્ય ભારતની થીમ પર ક્લિક કરવાના રહેશે.

કેવી રીતે રજિસ્ટ્રેશ કરાવવું

આ સ્કીમનો હિસ્સો બનાવવા માટે તમારે mygov.in પર જઈને એફિડેવિટ ફોર્મ ભરવું પડશે. તેમાં નામ, સરનામું અને ઈ-મેલ આઈડી જેવી જાણકારી ભરવાની રહેશે. આ એફિડેવિટ ફોર્મ ભર્યાના 1 વર્ષની અંદર તમારે પર્યટન સ્થળોની મુલાકાત કરવાની રહેશે. રજિસ્ટ્રેશન કરવા માટે અહીં ક્લિક કરો.

https://pledge.mygov.in/my-country/

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો