દારૂબંધીને લઈને શંકરસિંહ વાઘેલાનું મોટું નિવેદન, ગાંધી અને સરદારના નામે બહુ થયું. હવે ગુજરાતમાંથી દારૂબંધી હટાવી દેવી જોઇએ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા નવસારી જિલ્લાની મુલાકાતે આવ્યા હતા જ્યાં તેમણે દારૂને લઈને બાપુએ વિવાદનો મધપૂડો છછેડયો છે. બાપુએ પત્રકાર પરિષદમાં કહ્યું કે, ગુજરાતમાં દર એક કિલો મીટરે દારૂ મળે છે. ગાંધી, સરદારના નામે બહુ થયું હવે દારૂબંધી હટાવવીએ સમયની માંગ છે. નવસારીયો અને ગુણવત્તા વિહીન દારૂ પીવાથી અનેક પરિવારના મોભીના મોત થયાની વાત બાપુએ કહી હતી. જે સરકાર લોકોની વાત નહીં માને તેની શાન ઠેકાણે લાવવા માટે નવી સરકારને તક આપવાની વાત કહેતા બાપુએ કહ્યું કે, દમણ સેલવાસ અને દીવ ન જઈને પોતાના ઘરે શાંતિથી બેસીને દારૂ પીવાય તેવું વાતાવરણ બને તે જરૂરી છે. આમ બાપુએ ગુજરાતમાંથી દારૂબંધી હટાવી લેવાની માગણી કરી હતી.

વધુમાં બાપુએ રાજ્યમાં દારૂબંધી અંગે બોલતાં જણાવ્યું હતું કે, ગાંધી અને સરદારના નામે હવે બહુ થયું. ગુજરાતમાંથી દારૂબંધી હટાવી દેવી જોઇએ. ગુજરાતમાં કરોડોનો દારૂ પીવાતો અને પકડાતો હોય ત્યારે ખામીયુક્ત દારૂબંધીનો કાયદો સરકાર માટે ભ્રષ્ટાચારનો અડિંગો બની ગયો છે. રાજ્યમાં કેમિકલયુક્ત નવસારીયો દારૂ પીવાથી ઘણા યુવાનો દારૂ પીવા માટે દમણ, સેલવાસ, આબુ સહિતના અન્ય સ્થળોએ જાય છે. તેના બદલે અહીંયા જ આરામથી પીવો જેવું નિવેદન પત્રકારો સમક્ષ આપી તેમણે દારૂના નશાની હિમાયત કરી હોય તેવું લાગ્યું હતું.

આ સાથે જ બાપુએ આવનારી વિધાનસભાની આઠ બેઠકો ઉપરની પેટાચૂંટણી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અંગે જણાવ્યું હતું કે તેમનો પ્રજાશક્તિ મોરચો તમામ ચૂંટણી લડશે અને મતદારો માટે ત્રીજો વિકલ્પ બનીને ઉભરી આવશે. આ તબક્કે તેમણે અન્ય રાજકીય પક્ષોથી ત્રસ્ત બનેલા આગેવાનો, ઉમેદવારોને પોતાના મોરચા સાથે જોડાવા આહ્વાન કર્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો