બનાસકાંઠાથી હચમચાવી દેતી તસવીર સામે આવી: ડીસામાં એક પરિવારે વૃદ્ધાને કચરાના ઢગલામાં રઝળતા મૂકી દીધા, કળિયુગમાં માની મમતા લજવાઈ!

કહેવાય છે ‘મા તે મા બીજા વગડાના વા’ આ કહેવત હવે ઘોર કળિયુગમાં ખોટી સાબિત થઈ રહી છે. આજકાલની પેઢી પોતાના માતા-પિતાને સાચાવવામાં ઉણી ઉતરી છે તેની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે, ત્યારે બનાસકાંઠાના ડીસામાં એક દર્દનાક અને મનને વિચલિત કરી નાંખે તેવી એક તસવીર સામે આવી છે. આ તસવીર ઘણું બધુ કહી જાય છે. ડીસામાં એક પરિવારે ઘરમાં રહેલા વૃદ્ધાને કચરામાં રઝળતા મૂકી દીધા હતા. અહીં માની મમતા લજવાતા ચારેબાજુ ફીટકાર વરસી રહ્યો છે.

આ ઘટના વિશે જાણવા મળી રહ્યું છે કે ડીસામાં એક પરિવારે પોતાના ઘરમાં રહેલા વૃદ્ધાને મોડીરાત્રે કચરાના ઢગલામાં છોડીને ચાલ્યા ગયા છે. પરંતુ સેવાભાવી સંસ્થાઓના માધ્યમથી તેમને બચાવીને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે. આ ઘટનામાં કચરાના ઢગલામાં પહેલા વૃદ્ધાની તસવીર જોઈને કઠણ કાળજાના માનવીને પણ ઢીલોઢસ કરી દે તેવી છે.

જાણવા મળી રહ્યું છે કે, ડીસાના હવાઇ પિલ્લર વિસ્તારમાં નવા બગીચા નજીક કચરાના ઢગલામાં કોઇ વૃધ્ધાને તેના પરિવારજનોએ બે દિવસ પહેલા રિક્ષામાં મુકીને જતા રહ્યા હતા., પરંતુ કોઈએ સેવાભાવીએ આ દ્રશ્યને જોઈને સેવાભાવી સંસ્થાઓને આ વિશે વાત કરી હતી. ત્યારબાદ મિત્રો સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જ્યાં તેમનું નામ પુછતાં કમળાબેન બાબુભાઈ જણાવ્યું હતું.

કળીયુગમાં ઘરડા માવતરની સાર સંભાળ લેવાના બદલે તેમનો તિરસ્કાર કરવામાં આવી રહ્યો છે. કણસતી હાલતમાં સંસ્થાઓએ વૃદ્ધાને કચરાના ઢગમાંથી બહાર લાવીને એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા હતા. જ્યાંથી વધુ સારવાર અર્થે પાલનપુર મોકલ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો