ભારતીય મૂળના દીપક રાજ ગુપ્તાએ ઓસ્ટ્રેલિયામાં ભગવદ્ ગીતા પર હાથ મૂકીને લીધા ધારાસભ્ય પદના શપથ

ઓસ્ટ્રેલિયાના કેપિટલ ટેરેટરી અસેમ્બલીમાં પ્રથમ ભારતીય-ઓસ્ટ્રેલિયન મેમ્બર દીપક રાજ ગુપ્તાએ મંગળવારે ભગવદ્ ગીતા પર હાથ મૂકીને શપથ ગ્રહણ કર્યા હતા. 30 વર્ષીય દીપક વર્ષ 1989માં ઓસ્ટ્રેલિયા ગયા હતા. તેઓ લેબર પાર્ટીના ધારાસભ્ય છે.

ઓસ્ટ્રેલિયામાં ધારાસભ્યો બાઇબલ પર હાથ મૂકે છે

ધારાસભ્ય દીપકે કહ્યું કે, મેં ભગવદ્ ગીતા પર રાખીને શપથ ગ્રહણ કરવાનું ઘણા સમય પહેલાં નક્કી કરી લીધું હતું. ઓસ્ટ્રેલિયામાં બાઇબલ પર હાથ મૂકીને શપથ લેવડાવવામાં આવે છે. મેં મારી ઈચ્છા અસેમ્બલીના ઓફિસરને જણાવી હતી, તે લોકોએ નિયમ ચેક કરીને મને અન્ય ગ્રંથ સાથે શપથ ગ્રહણ કરવા માટે હા પાડી હતી. હું મારી સાથે ભગવદ્દ ગીતા લઈને આવ્યો હતો.

ચંડીગઢના દીપકે ઓસ્ટ્રેલિયામાં અભ્યાસનો ખર્ચો ઉપાડવા રેસ્ટોરાંમાં નોકરી કરી હતી

‘અભ્યાસનો ખર્ચો ઉપાડવા ઓસ્ટ્રેલિયામાં કાર ધોતો હતો’

ધારાસભ્ય દીપકના ભાઈ અનિલ રાજે કહ્યું કે, ‘દીપકે ઓસ્ટ્રેલિયામાં સંઘર્ષ કર્યો છે. તેણે કાર ધોવાથી લઈને રેસ્ટોરાંમાં પણ કામ કર્યું છે. આ કામની સાથે તે અભ્યાસ પણ કરતો હતો. દીપકને વર્ષ 1991માં પબ્લિક રિલેશન ઓફિસરની જોબ મળી હતી. ત્યારબાદ હાલ તેને ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સમાં એક્ઝિકયૂટીવ ઓફિસરની સરકારી નોકરી મળી છે.’

150 ડોલર લઈને આવ્યા હતા ઓસ્ટ્રેલિયા

સામાન્ય પરિવારમાં જન્મેલા દીપક પોતાના અભ્યાસ માટે ચંડીગઢમાં પણ રેસ્ટોરાંમાં કામ કરતા હતા. અનિલે કહ્યું કે, ‘મારો ભાઈ ઓસ્ટ્રેલિયામાં રહીને પણ ભારતની સંસ્કૃતિ ભૂલ્યો નથી. ઓસ્ટ્રેલિયામાં તેણે પગ મૂક્યો ત્યારે તેના ખિસ્સામાં માત્ર 150 ડોલર હતા. વિદેશમાં પણ તેણે ભારતીય સંસ્કૃતિને પ્રમોટ કરવા માટે ઘણા કાર્યક્રમ કર્યા છે. ઓસ્ટ્રેલિયામાં મંદિર અને ગુરુદ્વારા બનાવવા માટે પણ યોગદાન આપ્યું છે. વર્ષ 2006થી 2016 સુધી દીપક ઓસ્ટ્રેલિયા-ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલનો પ્રેસિડન્ટ હતો. આવનારા સમયમાં પણ તે સારા કામ કરશે તેવી મને આશા છે.’

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો