4 હજાર નંગ સ્કૂલ સ્ટેશનરીમાંથી શ્રીજી પંડાલમાં ડેકોરેશન કરાયું, વિસર્જન બાદ ગરીબ વિદ્યાર્થીઓને વિતરણ કરાશે

વડોદરા શહેરના ચાંપાનેર રોડ ઉપર રહેતા સોની પરિવારે પોતાના ઘરમાં આ વખતે પણ પર્યાવરણને ધ્યાનમાં રાખી માટીના શ્રીજીની 10 દિવસ માટે સ્થાપના કરી છે. આ સાથે પરિવારે ગણેશોત્સવમાં ગરીબ વિદ્યાર્થીઓને ઉપયોગમાં આવે તે માટે સ્કૂલ સ્ટેશનરીમાં ખર્ચ કરી ડેકોરેશન કર્યું છે.

5 વર્ષથી વિવિધ થીમ પર ડેકોરેશન કરવામાં આવે છે

રાધિકાબેન સોનીએ જણાવ્યું હતું કે, અમારા પરિવાર દ્વારા છેલ્લા 10 વર્ષથી ગણપતિની સ્થાપના કરવામાં આવે છે અને 5 વર્ષથી વિવિધ થીમ ઉપર ડકોરેશન કરવામાં આવે છે. જેમાં આ વખતે 100 નોટબુક, 1700 કલર, 600 પેન્સિલ, 1500 ઇરેઝર અને 50 સાર્પનર સહિત 4 હજાર નંગ સ્ટેશનરીનો ઉપયોગ કરીને શ્રીજીના પંડાલનું ડેકોરેશન કરવામાં આવ્યું છે. ગણેશ વિસર્જન બાદ ડેકોરેશનમાં ઉપયોગમાં લેવામાં આવેલી સ્ટેશનરી 4 સ્કૂલોમાં જઇને ગરીબ વિદ્યાર્થીઓને આપવામાં આવશે. અમારો આશય ગરીબ બાળકોને શિક્ષણમાં મદદકરૂપ થવાનો છે. ગત વર્ષે અમે પર્યાવરણ અને પ્રદૂષણ થીમ ઉપર ડેકોરેશન કર્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો