બીજા વિશ્વયુદ્ધ કરતા પણ ઈટાલીમાં કોરોનાએ ભયંકર સ્થિતિ સર્જી, 24 જ કલાકમાં મૃતાંકે તોડ્યો પોતાનો જ રેકોર્ડ

કોરોના વાયરસે ઈટાલીમાં કોહરામ મચાવ્યો છે. ચીન કરતા પણ વધારે કોરોના વાયરસનો માર સહન કરી રહેલા ઈટાલીમાં રોજે રોજ મૃતાંક પોતાનો જ રેકોર્ડ તોડી રહ્યો છે. મંગળવારે વધુ 743 લોકોના મોત નિપજ્યા હતાં. આ અગાઉ શનિવારે પણ ઈટાલીમાં મૃતાંક 793 હતો. છેલ્લા 24 કલાકમાં અહીં 683 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ સાથે જ ઈટાલીમાં કુલ મૃતાંકની સંખ્યા આખી દુનિયામાં સૌથી વધારે છે.

ચીનના વુહાનથી ફેલાયેલા આ વાઈરસે સૌથી મોટી ખૂવારી ઈટાલીમાં મચાવી છે. અહીં 7503 લોકોએ અત્યાર સુધીમાં જીવ ગુમાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં અહીં 683 લોકોએ જીવ ગુમાવ્યો છે. ઈટાલીમાં એક દિવસમાં 5210 નવા કેસ સામે આવતા કુલ પોઝિટિવ કેસ 74386 થયા છે. વિશ્વભરમાં કોરોના વાઈરસના 4 લાખ 23 હજાર કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી 18 હજાર 900 લોકોએ જીવ ગુમાવ્યો છે. વાઈરસ સંક્રમિત એક લાખ નવ હજાર લોકો સારવાર બાદ સારા થઈ ગયા છે.

24 જ કલાકમાં 683 લોકોના મોત

ઈટાલીના નાગરિક સુરક્ષા પ્રમુખ એંજલો બોરેલીએ મંગળવારે જણાવ્યું હતું કે, દેશમાં 24 કલાકમાં 683 લોકોના મોત થયા છે. સાથે 5210 નવા કેસ સામે આવતા કુલ પોઝિટિવ કેસની સંખ્યા દેશમાં 74386 થઈ ગઈ છે. જ્યારે મૃત્યુઆંક આઠ હજારની નજીક 7503 થઈ ગયો છે. બીજી તરફ કોરોના વાઈરસથી મૃત્યુઆંકની દ્રષ્ટિએ સ્પેન ત્રીજા નંબરે આવી ગયો છે. અહીં આ વાઈરસથી કુલ 2991 લોકોએ જીવ ગુમાવ્યા છે.

કોરોના વાયરસના કારણે સ્થિતિ એ હદે વણસી છે કે, ઈટાલીમાં અંતિમ સંસ્કાર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે, જેથી અનેક પરિવારજનો પોતાના નજીકનાઓને અંતિમ ગુડ બાય પણ નથી કરી શકતા. મરનારાઓની સંખ્યા એટલી બધી વધારે છે કે, લાશો અન્ય શહેરોમાં દફનાવવામાં આવી રહી છે. આ ભયાનક નજારો ઈટાલીને બીજા વિશ્વયુદ્ધની યાદ અપાવી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો