સુરતમાં મનપાની ઘોર બેદરકારીને લીધે વરાછાના યુવકનું અકસ્માતમાં મોત, ઘટના CCTVમાં કેદ

સુરતમાં (Surat) મનપાની (SMC)ની ઘોર બેદરકારીને લઈને એક આશાસ્પદ યુવાને પોતાનો જીવ ગુમાવાનો વારો આવ્યો છે .માટી વાળા રસ્તા પર ડામર પાથરી દેતા તે રસ્તામાં ભૂવો પડ્યો અને આ ભૂવામાં (Bike Rider died in Accident) બાઈક અને ગાડી વચ્ચે અકસ્માત થયો હતો. જોકે અકસ્માત બાદ કાર પલટી મારી ગઈ હતી અને બાઇકમાં આગ લગતા બાઈક ચાલાક યુવાનનું મોત થતા આ વિસ્તરમાં લોકોમાં આક્રોષ જોવા મળ્યો છે.

સુરત શહેરના મોટા વરાછામાં (Varachha Surat) કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલકનું મોત થયું હતું. અકસ્માતમાં બાઈક પણ સળગીને ખાખ થઈ ગયું હતું. જ્યારે કાર પણ પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં કાર ચાલક અંગે કોઈ જાણકારી મળી નથી. જોકે, મૃતક બાઈક ચાલક 26 વર્ષીય મંથન ધોરાજીયા હોવાનું અને તેના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

સુરત માં મનપાની બેદરકારી એક પરિવારનો દિપક બુઝાઈ ગયો છે જોકે મોટા વરાછા વિસ્તારમાં આવેલ નાવડી સર્કલ પાસે આમતો RCC રોડનું કામ ચાલી રહ્યુ છે ત્યારે થોડા દિવસ પહેલા આરસીસી રોડ મંજૂર થયેલી એક જગ્યા પર મનપા દ્વારા માટી પર ડામર નાખીને રસ્તો તૈયાર કરવામાં આવ્યો હતો.

જોકે આ રસ્તામાં માટી પર ડામર પાથરવામાં આવતા ગતરોજ એક ભૂવો પડ્યો હતો જેને લઈને આ રસ્તા પરથી પસાર થઈ રહેલ એક ગાડી અને બાઇકનો અકસ્મતા થયો હતો. નાવડી સર્કલ ખાતે કાર પૂરપાટ ઝડપે પસાર થઈ રહી હતી. દરમિયાન સામેથી આવતી બાઈક સાથે ટક્કર થઈ હતી. જેમાં બાઈકને ચાલક સાથે કાર ચાલકે 25 ફૂટ સૂધી ઘસડ્યો હતો.ત્યારબાદ કાર પલટી મારી ગઈ હતી. જ્યારે બાઈક સળગવા લાગી હતી.

જોકે આ બાઈક પર સવાર મોટા વરાછા ખાતે આવેલી ક્રિષ્ના ટાઉનશીપમાં રહતો 26 વર્ષીય મંથન જયસુખભાઈ ધોરાજીયા સૌર હતો. જોકે, ત્રણ વર્ષ પહેલા મંથનના લગ્ન થયા હતા. દરમિયાન આજે વહેલી સવારે બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો. ત્યારે કારે અડફેટે લઈ 25 ફૂટ સૂધી ઘસડતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

મંથનના મોતને લઈવે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.જોએક યુવાની મોતના લઇને મનપાની બેદરકારી સામે આવી છે અને આ બેદરકારી મામલે અનેક ફરિયાદ કરવા છતાંય તંત્ર કોઈ કામગિરી કરી ન હતી. જેને પરિણામ આ પરિવારે આસ્સ્પદ યુવાનને ગુમાવાનો વારો આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો