કોરોનાગ્રસ્ત વિધવાની સેવામાં એક પછી એક બે સગાભાઈનાં મોત, કહાની જાણીને તમારી આંખમાં આંસું આવી જશે
ઇસનપુરમાં સેતુધામ સોસાયટીમાં એક પરિવારના બે સગાભાઈઓ એકલા રહેતા કોરોનાગ્રસ્ત વિધવા પડોશીની સેવા કરવામાં કોરોનાગ્રસ્ત થયા હતા અને બંનેનું મોત થતા સોસાયટીના લોકો આઘાતમાં સરી પડયાં હતા. કોરોનાને લીધે સમગ્ર પરિવારનો આધારસ્તંભ દક્ષેશ મોદી અને બ્રિજેશ મોદીના અવસાનથી સમગ્ર પરિવાર વિખેરાઈ ગયો છે. ૧૪થી ૧૫ વર્ષના બંને બાળકોનું ભાવિ હાલમાં અંધકારમય બન્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
ઇસનપુરમાં સેતુધામ સોસાયટીમાં બે સગાભાઈ દક્ષેશ અને બ્રિજેશ પરિવાર સાથે રહેતા હતા. તેમના પડોશમાં ૫૪ વર્ષના વિધવા બહેન રહેતા હતા. લોકડાઉન દરમિયાન મહિલાને કોરોનાનો ચેપ લાગતા બંને ભાઈ તેમના જમવા સહિતના નાના મોટા કામમાં મદદ કરતા હતાં. વિધવા બહેનને તાવ વધુ આવતા દક્ષેશ મોદી તેમને હોસ્પિટલમાં દાખલ કરવા માટે સાથે ગયો હતો.
બે દિવસ બાદ દક્ષેશ મોદીને કોરોનાના ચિહનો દેખાતા સિવિલમાં સારવાર માટે ગયા હતા. પરંતુ તેમને કોરોના નથી કહી સત્તાવાળાઓએ ન્યુમોનિયાની દવા આપી ઘરે પરત મોકલી દીધા. પરંતુ તબિયત નહીં સુધરતા સોસાયટીના સભ્યોની રજૂઆત બાદ ૧૦૮ બોલાવી સિવિલમાં સારવાર અર્થે ખસેડયા.
સિવિલમાંથી દક્ષેશ મોદીએ ફોન કરી જણાવ્યું કે અહીં હું એકલો છું. મારું ગળું સુકાય છે, કોઈ પાણી આપતું નથી. જેથી નાનોભાઈ બ્રિજેશ મોદી અને દક્ષેશના પત્ની રીનાબેન મોદી સિવિલ ગયા. પરંતુ ચાર કલાક રખડયા બાદ કોઈ માહિતી ન મળતા ઘરે ૫.૩૦ વાગ્યે પરત ર્ફ્યા હતાં. આૃર્યની વાત એ છે કે જે સમયે તેઓ સોસાયટીમાં દાખલ થયા ત્યારે વિધવા મહિલા કોરોનાને હરાવીને સોસાયટીમાં પ્રવેશ કરતા હતા અને લોકો તેમનું સન્માન કરતા હતા.
બીજી તરફ બ્રિજેશે ગળું સુકાય છે, પાણી કે સારવાર મળતી ન હોવાની ફરિયાદ વીડિયો કોલિંગ દ્વારા પત્નીને કરતા નજીકના સગાં નિવૃત્ત કલેક્ટરે હોસ્પિટલ સત્તાવાળાને રજૂઆત કરતાં બીજા દિવસે સારવાર ચાલુ થઈ હતી.
બંને ભાઈના મોત બાદ બંનેના પત્ની અને બંનેના ૧૪થી ૧૫ વર્ષના બે બાળકોને હોટેલ પૃથ્વીમાં ક્વોરન્ટાઇન કરાયા હતા. પતિના મૃત્યુ બાદ બંને બહેનો ખેરાલું પિયર પહોંચી હતા. જેની જાણ થતા તંત્રએ તેમના પરિવારજનોને પણ ક્વોરન્ટાઈન કર્યા હતા.
દક્ષેશનું મૃત્યુ બાદ નાનાભાઈને ચેપ લાગ્યો
વિધિની વક્રતા તો જુઓ તા.૧૧/૦૫/૨૦૨૦ના દિવસે હોસ્પિટલમાંથી પત્ની રીનાબેન મોદી પર ફોન આવ્યો કે તમારા પતિ દક્ષેશ મોદીનું મૃત્યુ થયું છે. બ્રિજેશ અને દક્ષેશના પત્ની રીનાબેન મોદી ૪૯ વર્ષની યુવાન દક્ષેશ મોદીના અંતિમ સંસ્કારની વિધિ પતાવી પરત આવ્યા હતા ત્યાં ૩૭ વર્ષની વયના નાના ભાઈ બ્રિજેશ મોદીને તાવ આવતા ૧૦૮ બોલાવી સવારના અગિયાર વાગ્યે કિડની હોસ્પિટલમાં દાખલ કર્યા.
અને બ્રિજેશનું પણ મૃત્યુ, અંતિમ સંસ્કાર માટે રઝળપાટ
૧૮મી મેના સાંજે ૪.૩૦ વાગ્યે બ્રિજેશનું પણ મૃત્યુ થતાં પત્ની પ્રિયંકા મોદીને રાતના ૧૨ વાગે તેના પતિનો મૃતદેહ આપ્યો. ત્યારબાદ પત્ની પ્રિયંકા આખી રાત પતિના મૃતદેહના અગ્નિ સંસ્કાર કરવા માટે રઝળતી રહી પરંતુ સ્મશાનમાં વેઇટિંગ હતું અને કોઈ મૃતદેહને હાથ લગાવવા તૈયાર થતું નહોતું. આખરે થલતેજ ખાતેના સ્મશાનગૃહમાં પ્રિયંકાએ એકલા હાથે પતિના અંતિમ સંસ્કાર કર્યા હતાં.
સેવા કરતા મૃત્યુ પામે તેને પણ યોગ્ય વળતર ચૂકવવું જોઈએ
કોરોના વોરિયર્સ તરીકે એવી વ્યક્તિઓનો પણ સમાવેશ કરવો જોઈએ કે જેમણે પડોશી ધર્મ કે સેવાકાર્ય, કોરોનાનું જોખમ હોવા છતાં કર્યું હોય અને મોતને વહાલું કર્યું હોય તેવી વ્યક્તિઓને રાજ્ય સરકારે આગળ વધીને યોગ્ય વળતર ચૂકવવું જોઈએ. આ શહીદીથી ઓછી વીરતા નથી, તેવી લાગણી પ્રવર્તી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

