ગોવાના CM મનોહર પર્રિકરનું નિધન, કેન્દ્ર સરકારે આવતીકાલે રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી

ગંભીર બીમારીના કારણે મનોહર પર્રિકરના સ્વાસ્થ્યમાં સતત ચઢાવ ઉતાર આવતા હતા પરંતુ તેમણે અંતિમ શ્વાસ સુધી જનતાની સેવા કરી. પાર્ટીમાં મનોહર પર્રિકરના મનોબળ અને તેમની ઇચ્છાશક્તિને લોકો સલામ કરે છે. તેમણે આવી ગંભીર બીમારીમાં પણ અંતિમ શ્વાસ સુધી કાર્યરત રહીને એ સાબિત કર્યું છે તે મનની શક્તિ મોટી છે. પર્રિકરે યુવાનોમાં જોશ પેદા કરવાવની એક મિશાલ કાયમ કરી છે.

ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું રવિવારે 63 વર્ષની ઉંમરે નિધન થઇ ગયું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમની હાલત બેહદ નાજુક હતી. મનોહર પર્રિકરને એડવાન્સ્ડ પૈક્રિયાટિક કેન્સર હતું. ગત વર્ષ ફેબ્રુઆરીમાં બીમારીની જાણ થયા બાદ તેમને ગોવા, મુંબઇ, દિલ્લી અને ન્યૂયોર્કની હોસ્પિટલમાં ઇલાજ કરાવ્યો હતો. તેઓ આ ગંભીર બીમારી સાથે પણ જિંદાદિલ્લી સાથે જીવ્યા આખરે 17 માર્ચેની સાંજે કેન્સરની સામે જિંદગની જંગ હારી ગયા.

મનોહર પર્રિકરના જોશ અને મનોબળને સલામ, અંતિમ શ્વાસ સુધી કરી જનતાની સેવા

મનોહર પર્રિકરની બહાદુરી અને જોશ અને મનોબળનો અંદાજ એ રીતે લગાવી શકાય કે, જાન્યુઆરીમાં બીમારીની હાલતમાં તેમણે રાજ્યનું બજેટ રજૂ કર્યું હતું. તે સમયે આપણે જોયું હતું કે તેના નાકમાં ટ્યુબ નાખેલી હતી. બજેટ રજૂ કરવા દરમિયાન તેમણે જણાવ્યું કે, આજે ફરી એક વખત તે વાયદો કરૂ છું કે. હું અંતિમ શ્વાસ સુધી ઇમાનદારી, નિષ્ઠા અને સમર્પણભાવ સાથે ગોવાની સેવા કરીશ. તેમણે જે જોશ સાથે અને કાર્યનિષ્ઠા સાથે જનતાની સેવા કરવાનો વાયદો કર્યો હતો તેને અંતિમ શ્વાસ સુધી નિભાવ્યો.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટર પર પર્રિકરના નિધન બાદ શ્રદ્ઘાંજલી પાઠવી હતી. તેમણે લખ્યું હતું કે પર્રિકરના નિધનના સમાચાર સાંભળી દુઃખ થયું છે.

મનોહર પર્રિકરના નિધન બાદ દેશના મહાનુંભવોએ શોક વ્યક્ત કર્યો હતો

રાષ્ટ્રએ એક સાચો દેશભક્ત ગુમાવ્યોઃ અમિત શાહ
દેશે સાચો નેતા ગુમાવ્યોઃ લતા મંગેસકર

મનોહર પર્રિકરના નિધનથી દુઃખઃ રાહુલ ગાંધી
રાજનીતિમાં સાદગીનું પ્રતિક હતા પર્રિકરઃ કેજરીવાલ

આધુનિક ગોવાના નિર્માતા હતા પર્રિકરઃ મોદી: પીએમ મોદીએ પર્રિકરના મોત પર શોક વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મનોહર પર્રિકર આધુનિક ગોવાના નિર્માતા હતા. પોતાના મિલનસાર વ્યક્તિત્વ અને સરળ સ્વભાવના કારણે વર્ષો સુધી રાજ્યના પ્રિય નેતા રહ્યા હતા. તેની જન-સમર્થક નીતિઓએ ગોવાને પ્રગતિની નોંધપાત્ર ઊંચાઈએ પહોચાડ્યું હતું.

India will be eternally grateful to Shri Manohar Parrikar for his tenure as our Defence Minister. When he was RM, India witnessed a series of decisions that enhanced India’s security capacities, boosted indigenous defence production and bettered the lives of ex-servicemen.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો