રાજકોટમાં 6 માસથી રૂમમાં બંધ યુવતીનું સારવાર દરમિયાન મોત, જલ્પા પટેલ ધ્રુસકે ધ્રુસકે રડ્યા

રાજકોટમાં સાધુ વાસવાણી રોડ પરના એક ઘરના રૂમમાં છેલ્લા 6 મહિનાથી બંધ યુવતીનું સારવાર દરમિયાન મોત થયું છે. ત્યારે મૃતક યુવતી અલ્પાબેનનાં માતા હર્ષાબેન અને બહેન પરિન્‍દાએ આક્રંદ સાથે જણાવ્‍યું હતું કે અલ્‍પા બીમાર હતી. ચારેક દિવસથી ઊલટીઓ થતી હતી, જેથી અમે તેની સારવાર પણ કરાવતાં હતાં. અમારે વધુ સારવાર માટે ખાનગી હોસ્‍પિટલમાં લઇ જવી હોઇ, જેથી અમે આર્થિક મદદ માટે પ્રયાસ કરતાં હતાં. દરમિયાન અલ્‍પાબેનને ધરાર સિવિલ હોસ્‍પિટલે લઇ આવવામાં આવી હતી. અમે કોઇ ગુનો કર્યો નથી છતાં અમને સતત ડરાવવા, ધમકાવવામાં આવ્‍યાં હતાં. યુવતીના મોત બાદ તેને બદતર હાલતમાંથી છોડાવનાર સાથી સેવા ગ્રુપનાં જલ્પા પટેલ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં હતાં.

મૃત્‍યુ પામનાર અલ્‍પા બે બહેનમાં નાની હતી. તેના પિતા મહેન્‍દ્રભાઇ સેજપાલ અને કાકા સુરેશભાઇ સેજપાલ નાના મવા સર્કલ પાસે અલગ અલગ સ્‍થળે સિક્‍યોરિટી ગાર્ડ તરીકે કામ કરી ગુજરાન ચલાવે છે. મૃતકનાં બહેન પરિન્‍દાબેન વીમાનું કામ કરે છે. તેણે અને માતા હર્ષાબેને આક્રંદ સાથે જણાવ્‍યું હતું કે અલ્‍પા M.com., M.B.A.નો અભ્‍યાસ કર્યો હતો. છેલ્લા વર્ષમાં એટીકેટી આવી એ સોલ્‍વ કરવાની હતી. ચારેક દિવસથી અલ્‍પાની તબિયl બગડી હતી. એના શરીરનો બાંધો પહેલેથી જ એકલવડિયો હતો. ઊલટીઓ થતી હોવાથી અમે નજીકના દવાખાનેથી જ દવા લીધી હતી અને સારવાર ચાલુ કરાવી હતી.

પરિન્‍દાબેને વધુમાં કહ્યું હતું કે અમારી બહેન ભણેલીગણેલી અને અમારા માટે આધારસ્‍તંભ બનવાની હતી. અમે શા માટે જાણીજોઇને તેને બદતર હાલતમાં ધકેલીએ? અમારી સાથે એવું વર્તન કરાયું હતું કે જાણે અમે ગુનેગાર બની ગયા છીએ, ડરાવીધમકાવીને અમને ધરાર અલ્‍પાબેનને સિવિલ હોસ્‍પિટલમાં લઇ જવા અને હોસ્‍પિટલે આવ્‍યા પછી પણ સતત અમને અમે ખોટું કર્યું છે એવું સ્‍વીકારી લેવા દબાણ કરવામાં આવ્‍યું હતું. અમે જો ખોટું કર્યું હોય તો અમને જે સજા મળે એ મંજૂર છે. આટલી વાત કરી પરિન્‍દાબેને પોક મૂકી હતી.

માતા હર્ષાબેને કહ્યું હતું કે મદદ કરવાની એ લોકોની કેવી રીત હતી એ અમને ખબર જ ન પડી. અમારે હોસ્‍પિટલમાં જુદા જુદા રિપોર્ટ કરાવવામાં અમુક રકમ ખર્ચવી પડી હતી. ખરેખર એમાં એ લોકોએ મદદ કરવાની જરૂર હતી. અમારી સાથે ખૂબ જ ખરાબ રીતે વર્તન કરી સતત ડરાવવામાં અને ધમકાવવામાં આવ્‍યાં હતાં. અલ્પાના શરીરનો બાંધો પહેલેથી જ એકલવડિયો હતો. ઊલટીઓ થતી હોવાથી અમે નજીકના દવાખાનેથી જ દવા લીધી હતી અને સારવાર ચાલુ કરાવી હતી. તે ઊભી થઇ શકતી ન હોવાથી યુરિન અમે ડિસ્‍પોઝેબલ પ્‍લેટમાં લઇ એકઠો કરી પછી ફેંકી આવતા હતા. અમારે તેને સારું ન થાય તો ખાનગી હોસ્‍પિટલમાં લઇ જવાની હતી. આ માટે અમે આર્થિક મદદ માટે પ્રયાસ કરતાં હતાં અને સગાએ પણ મદદ કરવા તૈયારી બતાવી હતી.

ક્યાંક ને ક્યાંક અલ્પાના પરિવારનું પ્લાનિંગ જ છેઃ જલ્પા પટેલ

સાથી સેવા ગ્રુપના જલ્પા પટેલે જણાવ્યું હતું કે અમે અમારા તરફથી મરણિયો પ્રયાસ કર્યો છે. અમે બહાર ન લાવ્યા હોત તો આ દીકરી ત્યાં જ મરી જાત. પરિવારે મરી ગયેલી હાલતમાં જ તેને રાખી હતી. ક્યાંક ને ક્યાંક અલ્પાના પરિવારનું પ્લાનિંગ જ છે. આને મર્ડર જ કહી શકાય, કારણ કે આ લોકોએ જાણીજોઇને મારી નાખી છે. પરિવારને ખબર હતી કે દીકરીએ 8 દિવસથી અન્ન-પાણી નથી લીધું તો રાજકોટ જેવા સેન્ટરમાં ગમે ત્યારે ગમે તે હોસ્પિટલમાં લઇ જઇ શક્યા હોત.

અમારો જીવ બચાવો અભિયાન હતું એમાં અમે હારી ગયા

અમે પણ ઓફર કરી હતી કે ખાનગી કે સિવિલ હોસ્પિટલમાં તમે કહો ત્યાં સારવાર માટે લઇ જઇએ, પરંતુ તેમણે ના પાડતાં ઝગડો કરી અમે તેને હોસ્પિટલ ખસેડી હતી. આ લોકો જીતી ગયા અને અમારું જીવ બચાવો અભિયાન હતું તેમાં અમે હારી ગયા છીએ. બસ, અમારી એટલી જ માગ છે કે આ પરિવાર સામે ઊંડી તપાસ કરી આ લોકોને કડકમાં કડક સજા કરવી જોઇએ, જેથી ભણેલી-ગણેલી દીકરીની બદતર જિંદગી બનાવવા અન્ય લોકો સો વાર વિચારે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો