અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલે કિશોરને ડંડાથી મારમાર્યો, ત્યારબાદ તબીયત બગડતા મોત, પોલીસકર્મી સહિત 6 વિરુદ્ધ ફરિયાદ
અમદાવાદ શહેરના ખાનપુર વિસ્તારમાં આવેલ બાળ સંરક્ષણ ગૃહમાં ૨૭ મી ઓકટો. ના દિવસે કિશોરનું મોત નિપજ્યું હતું. આ આ મામલે કિશોરના પરિવારજનોએ પોલીસ અને બાળ સંરક્ષણ ગૃહના કર્મચારીઓ વિરુદ્ધ આરોપ લગાવતા પોલીસે મૃતક કિશોરના મૃતદેહને પોસ્ટ મોર્ટમ કરાવીને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. જોકે પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ પોલીસે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી અને બાળ સંરક્ષણ ગૃહ ના કર્મચારી સહિત કુલ છ લોકો વિરુદ્ધ માં ગુનો દાખલ કર્યો છે.
ઇસનપુર વિસ્તારમાં રહેતા કિશોરને 11 ઓક્ટોબરના દિવસે તેની પાડોશમાં રહેતા જયંતીભાઈ સોલંકી સાથે ઝઘડો થયો હતો. જેમાં જયંતીભાઈએ કિશોર અને ગરદનના ભાગે લાકડાના ડંડાનો માર માર્યો હતો. બાદમાં કિશોર વિરુદ્ધ પોલીસ ફરિયાદ થતા પોલીસે કાર્યવાહી કરી જુવેનાઈલ કોર્ટમાં રજૂ કરતા કિશોરને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી આપ્યો હતો. જ્યાં તેની તબિયત લથડતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
સારવાર દરમિયાન કિશોરનું મોત નીપજ્યું હતું. જેથી કિશોરના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ ના રિપોર્ટમાં કિશોરના શરીરમાં સેફટી સેમિયા અને અપેક્ષા ની બીમારી સાથે ગળાના પાછળના ભાગે પરું થવાના લીધે હ્રદય અને શ્વાસોશ્વાસની પ્રક્રિયા નિષ્ફળ જવાના કારણે તેનું મૃત્યુ નીપજયું હોવાનું બહાર આવ્યું હતું.
તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે કિશોરને ઇસનપુર પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ ઋષિરાજસિંહ એ ગાલ તેમજ ગરદનના ભાગે બે ત્રણ લાવવા અને પગના તળીયાના ભાગે લાકડાના ડંડા થી માર માર્યો હતો. તેમજ તેની તબિયત સારી ન હોવા છતાં બાળ સંરક્ષણ ગૃહ ના ઈન્ચાર્જ મેહુલ પટેલ અને ત્રણ ગાર્ડ એમ ચારે જણાએ પોતાની ફરજમાં ઘોર બેદરકારી દાખવીને તેને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપેલ ના હતો. તેના કારણે તેનું મૃત્યુ નીપજયું હતું. જેથી પોલીસે આ તમામ છ આરોપીઓ વિરુદ્ધ માં ફરિયાદ દાખલ કરીને હાલમાં આ સમગ્ર મામલે વધુ કાર્યવાહી શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

