વડોદરાના ગોત્રી ગામમાં ડેંગ્યુની બીમારીથી યુવાનનું મોત, ગંદકી અને દુષિત પાણીથી પરિવારજનોમાં તંત્ર સામે ભારે રોષ

વડોદરા શહેરના ગોત્રી ગામમાં ડેંગ્યુ તાવમાં પરિણીત યુવાનનું વહેલી સવારે ખાનગી હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. મોતને ભેટેલો યુવાન છેલ્લા એક સપ્તાહથી બિમાર હતો. અને તેને ઇલોરા પાર્ક ખાતે આવેલી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

વહેલી સવારે યુવાનનું મોત થયું

ગોત્રી ગામમાં આવેલા પટેલ ફળિયાની નાની ખડકીમાં રહેતા કૌશલભાઇ મહેશભાઇ પટેલને(31) એક સપ્તાહ પૂર્વે તાવ આવ્યો હતો. સ્થાનિક ડોક્ટરો પાસે દવા લેવા છતાં તાવ ન ઉતરતા ઇલોરા પાર્કની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેઓના બ્લડ ટેસ્ટ કરવામાં આવતા ડેંગ્યુ પોઝિટિવ જણાઇ આવ્યો હતો. હોસ્પિટલમાં ડેંગ્યુ તાવની ઘનિષ્ઠ સારવાર આપવામાં આવી હતી. પરંતુ ડેંગ્યુના તાવ ન મટતા તેનું કાલે વહેલી સવારે મોત નીપજ્યું હતું.

તળાવમાં છોડવામાં આવતું ડ્રેનેજનું પાણી બંધ કરવામાં આવતું નથી

ડેંગ્યુ તાવમાં 31 વર્ષીય ભાઇનું મોત નીપજતાં દર્શિતભાઇ પટેલે તંત્ર સામે ભારે રોષ ઠાલવ્યો હતો. સ્વચ્છતાની ગુલબાંગો ફૂંકતું તંત્ર વડોદરા શહેરમાં સફાઇ કરવામાં ધરાર નિષ્ફળ પુરવાર થયું છે. ગામમાં છેલ્લા ઘણાં સમયથી દુષિત પાણી આવી રહ્યું છે. તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં ઉકેલ લાવવામાં આવ્યો નથી. એતો ઠીક ગામના તળાવમાં ડ્રેનેજનું પાણી છોડવામાં આવે છે. જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. આ બાબતે પણ તંત્રને જાણ કરવામાં આવી હતી. પરંતુ તંત્ર દ્વારા તળાવમાં છોડવામાં આવતું ડ્રેનેજનું પાણી બંધ કરવામાં આવતું નથી.

ડેંગ્યુથી મોતને ભેટેલો કૌશલ કન્સ્ટ્રક્શન સાઇટમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતા હતો

ડેંગ્યુથી વમાં મોતને ભેટેલો કૌશલ કન્સ્ટ્રક્શન સાઇટમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતો હતોનોંધનીય છે કે, ડેંગ્યુ તાવમાં મોતને ભેટેલ કૌશલભાઇ પટેલ ભાયલી ખાતે કન્સ્ટ્રક્શન સાઇટમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતા હતા. તેઓને ત્રણ વર્ષનો પુત્ર છે. ડેંગ્યુ તાવમાં કૌશલભાઇનું આજે મોત નીપજતાં પરિવારજનો ઉપર આભ ફાટ્યું હતું. ગત વર્ષની સરખામણીમાં વડોદરામાં ડેંગ્યુના તાવમાં અધધ વધારો થયો છે. જોકે, કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ ગત વર્ષની સરખામણીમાં ડેંગ્યું તાવના કેસ ઓછા હોવાનો દાવો કરી રહ્યું છે. જો તંત્ર દ્વારા ડેંગ્યુ તાવના વધી રહેલા કેસો ઉપર અંકુશ લાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અનેક લોકો ડેંગ્યુ તાવમાં મોતને ભેટશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો