બાઈક લઈને ત્રણ લંગોટિયા મિત્રો ફરવા ગયા, બાળકોના મોતના સમાચાર મળતાની સાથે જ પરિવારજનોના હોશ ઉડી ગયા, નદીમાંથી ત્રણેની લાશ મળી

ઉત્તર પ્રદેશના બરેલીના બહેડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાઇકપર ફરવા ગયેલા 3 યુવકોના મૃતદેહ કીચ્છા નદીમાંથી મળતા ખળભળાટ મચી ગયો હતો. પોલીસને ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તરવૈયાઓની મદદથી લાશને નદીમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. પરિવારજનોને તેમના બાળકોના મોતના સમાચાર મળતાની સાથે જ તેમના હોશ ઉડી ગયા હતા. બાળકોની લાશ જોયા બાદ પરિવારના સભ્યોની રોઈ-રોઈ હાલત ખરાબ થઈ ગઈ છે. ત્રણ મિત્રોના મૃતદેહ એક સાથે મળી આવતાં પુરા વિસ્તારમાં પણ શોકનું વાતાવરણ છવાઈ ગયું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

બહેડીના પાવર હાઉસ કોલોનીમાં રહેતા પત્રકાર મોહમ્મદ શોએબનો પુત્ર ઔસાફ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. ઔસફ તેના શાળાના લંગોટિયા મિત્ર મો. જામિન અલી અને જૈનુલ સાથે મંગળવારે બાઇક રાઇડ માટે ગયો હતો. મોડી રાત સુધી ત્રણેય મિત્રો ઘરે પરત ફર્યા ન હતા. પરિવારે અનેક વાર ફોન કર્યા પણ કોઈએ ફોન ઉપાડ્યો નહીં. આખી રાત સુધી તમામ લોકો સાથે પરિવારના લોકો તેમની શોધ કરતા રહ્યા, પરંતુ કોઈ માહિતી મળી ન હતી.

સવારે ગામના લોકો ખેતરમાં કામ કરવા ગયા હતા, ત્યારે તેઓએ નદીમાં પડેલી ત્રણેયની લાશ જોઇ હતી. તેમણે પોલીસની સાથે સ્થાનિક લોકોને માહિતી આપી. ગુમ થયેલ યુવકોના સબંધીઓ પોલીસ સાથે ઘટના સ્થળે આવ્યા હતા. મૃતદેહની ઓળખ થતાં જ પરિવારના સભ્યોની હાલત કફોડી હતી. સબંધીઓને આશ્વાસન આપતી વખતે પોલીસકર્મીને ત્રણેય મૃતદેહ નદીમાંથી કાઢ્યા હતા. ત્રણેય યુવકોના શરીર ઉપર કપડા નહોતા. નદીના કાંઠેથી યુવકોની બાઇકો અને કપડા મળી આવ્યા છે.

એસપી રાજકુમાર અગ્રવાલ કહે છે કે, સવારે ત્રણ યુવકોના મૃતદેહ કીચ્છા નદીમાંથી મળી આવ્યા છે. પોલીસે મૃતદેહોનો પંચનામા કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. નદીના કાંઠેથી ત્રણેય બાળકોના કપડાં અને મોટરસાયકલો પણ મળી આવી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો