અમેરિકામાં ગુજરાતી પર હુમલો: કડીના અશોક પટેલની અમેરિકાના પેન્સિલવેનિયામાં ગોળી મારીને હત્યા કરાઈ, સ્ટોર બંધ કરતી વખતે લૂંટારાએ હુમલો કર્યો

મહેસાણાના કડીના આધેડની અમેરિકાના પેન્સિલવેનિયામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. મૃતક અશોક અંબાલાલ પટેલ નોકરી દરમિયાન સ્ટોર બંધ કરી રહ્યા હતા એ જ સમયે લૂંટારાએ હુમલો કર્યો હતો. મૃતક કડીના વડુ ગામના વતની છે અને છેલ્લાં 8 વર્ષથી અમેરિકામાં રહેતા હતા. તાજેતરમાં જ તેમણે આ નવી નોકરી શરૂ કરી હતી. હેઝલ્ટન પોલીસે સીસીટીવી ચકાસ્યા હતા. જેમાં ઓરેન્જ અને રેડ નાઇક સ્વીટશર્ટ પહેરેલો યુવક સ્ટોરમાં ઘૂસ્યો હતો અને તેણે હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.

પેન્સિલવેનિયાના હેઝલ્ટનમાં વેસ્ટ બ્રોડ સ્ટ્રીટ પર આવેલા ક્રેગ્સ ફૂડ માર્ટમાં અશોક પટેલ નોકરી કરતા હતા. બનાવ અંગે હેઝલ્ટન પોલીસે જણાવ્યું છે કે ક્રેગ્સ ફૂડ માર્ટમાંથી પોલીસ પર એક ફોન આવ્યો હતો અને મદદ માગી રહ્યા હતા. જ્યારે પોલીસ સ્થળ પર પહોંચી તો સ્ટોર ક્લર્ક અશોક પટેલ (ઉં.વ.50) મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે એક શખસ સ્ટોરમાં લૂંટના ઇરાદે ઘૂસ્યો હતો અને લૂંટનો કોઇ સાક્ષી રહે નહીં એ માટે અશોક પટેલને ગોળી મારી હતી.

મહેસાણા જિલ્લાના કડીના વડુ ગામના રહેવાસી અશોક અંબાલાલ પટેલ નોકરી અર્થે અમેરિકા ગયા હતા. છેલ્લાં 8 વર્ષથી તેઓ અમેરિકામાં સ્થાયી થયા હતા. સારી ઓફર મળતાં તેમણે પેન્સિલવેનિયામાં એક સ્ટોરમાં નવી નોકરીની શરૂઆત કરી હતી. તેઓ સ્ટોરમાં નોકરી કરીને પરિવારને આર્થિક મદદ કરી રહ્યા હતા.

અમેરિકાના પેન્સિલવેનિયામાં પોતાના જ ગામના આધેડની ગોળી મારીને લૂંટારા દ્વારા હત્યા કરવામાં આવી હોવાના સમાચાર વાયુવેગે કડીના વડુ ગામમાં ફેલાયા હતા. સમાચાર મળતાં જ ગ્રામજનો અને સગાં-સંબધીઓ વડુમાં મૃતકના પરિવારને સાંત્વના પાઠવવા પહોંચી ગયા હતા. વિદેશમાં કમાવવા ગયેલા ગામના યુવકની હત્યાથી વડુ ગામમાં શોકની લાગણી ફેલાઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો