અમદાવાદના બાપુનગરમાં પારેવડા ગ્રૂપ દ્વારા પતંગની દોરીથી મૃત્યુ પામેલાં પક્ષીઓની કઢાઈ સ્મશાન યાત્રા

અમદાવાદમાં ઉત્તરાયણના દિવસ દરમિયાન બુધવારે સાંજે 6 વાગ્યા સુધીમાં કુલ 709 પક્ષીઓ પતંગની દોરીથી ઘાયલ થયાં હતાં, જેમાંથી 649 પક્ષીને બચાવી લેવાયાં છે. જ્યારે 72 પક્ષીનાં મોત થયાં હતાં. પાંચ દિવસમાં 2659 પક્ષીઓ સમગ્ર શહેરમાં ઘાયલ થયાં હતાં. ઘાયલ પક્ષીઓમાં કબૂતર, સમડી, મોર, ઘુવડ જેવા પક્ષીઓ વધુ છે. ઘાયલ થયેલા પક્ષીઓને બોડકદેવ ખાતે આવેલા વાઇલ્ડ લાઇફ કેર સેન્ટર અને શહેરના અન્ય 9 સેન્ટરમાં સારવાર આપવામાં આવી છે. બીજી તરફ બુધવારે સાંજે બાપુનગરમાં પારેવડા ગ્રૂપ દ્વારા પતંગની દોરીથી મૃત્યુ પામેલાં પક્ષીઓની સ્મશાન યાત્રા કાઢવામાં આવી હતી.

પક્ષી બચાવો અભિયાનમાં પારેવડા ગ્રૂપમાં 300 વોલન્ટિયર્સ જોડાયા હતા. આ વર્ષે ગ્રૂપે 565 ઘાયલ પક્ષીને સારવાર માટે લવાયાં હતા, જેમાંથી 72નાં મોત થયાં હતાં. જીવનવાડીથી લીલાનગર સ્મશાન સુધી તેમની સ્મશાન યાત્રા કઢાઈ હતી.

અમદાવાદમાં પક્ષીઓને બચાવવા માટે 10 મુખ્ય સારવાર કેન્દ્રો અને 20 પ્રાથમિક સારવાર કેન્દ્રો શરૂ કરાયાં હતાં. આ ઉપરાંત 68 રિસ્પોન્સ સેન્ટર શરૂ કરાયાં હતાં. વન વિભાગના સીએફઓ ચિરાગ આજરાએ જણાવ્યું હતું કે, ગત વર્ષ કરતા આ વર્ષે પક્ષીઓના ઘાયલ થવાની સંખ્યામાં 50 ટકાનો ઘટાડો નોંધાયો છે.

મૃત પક્ષીઓમાં કબૂતર, સમડી, ઘુવડ વધુ

  • 709 પક્ષી ઉત્તરાયણમાં ઘાયલ થયાં હતાં.
  • 649 પક્ષીઓને બચાવી લેવાયાં
  • 60 પક્ષીઓનાં મૃત્યુ થયાં

છેલ્લા 5 દિવસમાં 1283 પક્ષી ઘાયલ, 102નાં મોત નીપજ્યાં

શહેર તથા રાજ્યભરમાં કરુણા અભિયાન 2020 અંતર્ગત વન વિભાગ, પશુપાલન વિભાગ, એનજીઓ, દ્વારા પક્ષીઓને બચાવવાનું આ અભિયાન હાથ ધરવામાં આવ્યુંં હતું. શહેરભરમાં ઉત્તરાયણના 5 દિવસ પહેલાથી અત્યાર સુધી કુલ 1283 પક્ષીઓ ઘાયલ થયાં હતાં, જેમાંથી 1181 પક્ષીઓને બચાવી લેવામાં આવ્યાં છે. જ્યારે 102 પક્ષીઓનાં મૃત્યુ થયાં હતાં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો