હાલોલમાં માનવતાને શર્મસાર કરે તેવો કિસ્સો આવ્યો સામે, લોકડાઉનની જાહેરાત બાદ દીકરી વૃદ્ધ માતાને ઘરમાં પૂરીને જતી રહી, પાણીમાં પૂરી પલાળી ખાતા હતા વૃદ્ધા

કોરોનાની મહામારીના સમયમાં એકબાજુ જ્યાં લોકો મનમૂકીને માનવસેવા કરી રહ્યા છે. ત્યારે હાલોલમાંથી માનવતાને શર્મસાર કરે તેવો એક કિસ્સો સામે આવ્યો છે. લોકડાઉનની જાહેરાત થતાં હાલોલમાં એક દીકરી અને જમાઈ પોતાની વૃદ્ધ માતાને ઘરમાં પૂરી અન્ય શહેરમાં જતા રહ્યા હતા. પાડોશીઓને આ અંગે જાણ થતાં તેઓએ 181 અભયમને ફોન કર્યા હતા. જે બાદ અભયમની ટીમ વૃદ્ધાને બહાર કાઢ્યા હતા.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

હાલોલના દેસાઈ પોળમાં વૃદ્ધાને એક રહેણાંક મકાનમાં છેલ્લા 15 દિવસથી બંધ કરાયા હતા. વૃદ્ધાની પુત્રી તેમજ જમાઈ દ્વારા લોક ડાઉનની જાહેરાત બાદ વૃદ્ધાને હાલોલ ખાતેના મકાનમાં પુરી અન્ય શહેરમાં જતા રહ્યા હતા. મકાનમાં નાસ્તો અને પાણીનો જગ મૂકી ઘરને બહારથી તાળું મારી દેવામાં આવ્યું હતું. આ મામલે અભયમને જાણ થતા જ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

પોલીસે હાલોલ ફાયરબ્રિગેડની મદદથી મકાનનું તાડું તોડ્યું હતું. તે સમયે વૃદ્ધા ઘરે મૂકેલો નાસ્તો હતો તે ખાતા હતા. આ મામલે વૃદ્ધાં એ કહ્યું હતું કે, પૂરી વાસી અને કડક થઈ ગઈ હોવાથી પાણીમાં પલાળીને ખાતા હતા. આસપાસમાં રહેતા લોકો વૃદ્ધાની આપવીતી સાંભળીને રડી પડ્યાં હતાં. પોલીસે આ મામલે વૃદ્ધાના જમાઈ અતુલ નવનીતલાલ સોની અને પુત્રી સોનલ સાથે ફોન કરી આ ઘટના અંગે પૂછપરછ કરી હતી. ત્યારે અતુલે પોલીસ સાથે ગેરવર્તણૂંક કરી હતી અને ઘરેલું મામલો છે, કેમ વચ્ચે પડો છે? તેવું જણાવ્યું હતું. હાલ તો વૃદ્ધાને વૃદ્ધાશ્રમમાં ખસેડવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો