વડોદરામાં મહિલા પીએસઆઇએ દેખાડી માનવતા: 3 વર્ષની દીકરીએ અડધી રાત્રે કોરોનાગ્રસ્ત માતાને મળવાની જીદ કરી, પિતાએ કાંગારૂ બેગમાં લીધી, PSIએ વ્યવસ્થા કરી

કોરોનાકાળમાં માનવતાના અવનવા કિસ્સા સામે આવી રહ્યા છે, ત્યારે વડોદરા શહેરમાં રાત્રિ કર્ફ્યૂ દરમિયાન કોરોનાગ્રસ્ત માતાને મળવાની જીદ કરનાર 3 વર્ષની પુત્રીને પિતા કાંગારૂ બેગમાં લઇને હોસ્પિટલ જવા માટે નીકળી પડ્યા હતા. રસ્તામાં પિતાને મહિલા પીએસઆઇએ રોક્યાં હતાં અને બાળકીને આ રીતે લઇને ક્યાં જઇ રહ્યા છો, એમ પૂછ્યું હતું. જોકે સમગ્ર બાબતની જાણ થયા બાદ મહિલા પીએસઆઇએ પિતા-પુત્રીને હોસ્પિટલ અને ઘરે લઇ જવા માટે પોલીસ વાનની વ્યવસ્થા કરી આપી હતી.

વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલી યજ્ઞપુરુષ રેસિડેન્સીમાં જશવંત પાટીલ, પત્ની અને પુત્રી સાથે રહે છે. જશવંત પાટીલનાં પત્ની કોરોનાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં હતાં, જેથી માતાથી દૂર થઇ ગયેલી દીકરીએ તેને મળવાની જીદ પકડી હતી. માતાનો ચહેરો જોયા વગર દીકરી ઇશાની જમવા માટે તૈયાર નહોતી, જેથી દીકરીની જીદ આગળ પિતાએ નમતું જોખ્યું હતું.

રાત્રિ કર્ફ્યૂ દરમિયાન કોરોનાગ્રસ્ત માતાને મળવાની જીદ કરનાર બાળકને પિતા કાંગારૂ બેગમાં લઇને હોસ્પિટલ જવા માટે નીકળી પડ્યા હતા.
રાત્રિ કર્ફ્યૂ દરમિયાન કોરોનાગ્રસ્ત માતાને મળવાની જીદ કરનાર બાળકને પિતા કાંગારૂ બેગમાં લઇને હોસ્પિટલ જવા માટે નીકળી પડ્યા હતા.
દીકરીને કાંગારૂ બેગમાં લઇને બાઇક પર હોસ્પિટલમાં જવા નીકળ્યા
જોકે વડોદરા શહેરમાં હાલ રાત્રિ કર્ફ્યૂ ચાલી રહ્યો હોવાથી પિતા મૂંઝવણમાં મુકાઇ ગયા હતા. છેવટે દીકરીને કાંગારૂ બેગમાં લઇને બાઇક પર હોસ્પિટલમાં જવા માટે નીકળી ગયા હતા. જોકે રાત્રિ કર્ફ્યૂ ચાલતો હોવાથી જસંવતભાઇ પોલીસે રસ્તામાં જ રોકી લીધા હતા અને ફરજ પર હાજર મહિલા પીએસઆઈ કે.એચ. રોયલાએ દીકરીને આ રીતે કેમ લઇને નીકળ્યા છો, એવો સવાલ કર્યો હતો. જેથી પિતાએ મહિલા પીએસઆઇને સમગ્ર હકીકત જણાવી હતી. જેથી મહિલા પીએસઆઇએ પિતા અને પુત્રીને હોસ્પિટલ અને ત્યાંથી ઘરે જવા માટે પોલીસ વાનની વ્યવસ્થા કરી આપી હતી.

મહિલા પીએસઆઇએ દીકરીને માતાની હૂંફ આપી

મહિલા પીએસઆઇએ જસવંતભાઇની દીકરીને માતાની હૂંફ આપી હતી અને પિતા-પુત્રી માટે જમવાની વ્યવસ્થા પણ કરી આપી હતી. આમ મહિલા પીએસઆઇએ પોતાની ફરજની સાથે સાથે માનવતા દાખવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો