વડોદરામાં મ્યુકોરમાઈકોસિસ થતાં સાસૂની આંખ કાઢવી પડી, વહુએ કહ્યું હું એમની બીજી આંખ બનીને સેવા કરીશ

કોરોના વાયરસના કપરા કાળે સંબંધમાં પણ એક વાસ્તવિક અંતર મૂકી દીધું છે. કોવિડના કારણે કોઈ સ્વજનનું મૃત્યું થાય તો કોઈ એના અસ્થિ લેવા પણ આવતું નથી ત્યાં આજના ડિજિટલ યુગમાં એક પૂત્રવધૂનું સરસ કમિટમેન્ટ સામે આવ્યું છે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ત્રણ દર્દીઓએ આ બીમારીને માત આપી છે. તેઓ ફરી સ્વસ્થ થયા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

છેલ્લા દોઢ મહિનાથી સાસુની સેવા કરનાર પૂત્રવધૂએ જણાવ્યું કે, આ આવી પડેલી બીમારીને નસીબ સમજીને સ્વીકારી લો. મારા સાસુની એક આંખ કાઢી નાંખવામાં આવી છે. પણ એમનું જીવન બચી ગયું એ સારી વાત છે. હું એમની બીજી આંખ બનીને સેવા કરીશ. હાલ સયાજી સરકારી હોસ્પિટલમાં સારી સારવાર આપવામાં આવી રહી છે. રાજ્યમાં મ્યુકોરમાઈકોસિસ ફંગસે કહેર વર્તાવ્યો છે. વડોદરામાંથી પાંચ વ્યક્તિઓના મૃત્યું નીપજ્યા છે. વડોદરાની સયાજી, ગોત્રી અને અન્ય ખાનગી હોસ્પિટલમાં 250થી વધારે લોકો સારવાર હેઠળ છે. જ્યારે અનેક એવા લોકોએ પોતાની આંખ ગુમાવી છે. જ્યારે કેટલાક લોકો સારવાર લીધા બાદ ફરી સ્વસ્થ થયા છે. સયાજી સરકારી હોસ્પિટલમાંથી વડોદરા, ભરૂચ તેમજ અંકલેશ્વરની ત્રણ મહિલાઓને રજા આપી દેવાઈ હતી. જેમાં રજનીબહેન વાડેકર, નઝમાબેન પટેલ અને દર્શનાબેન પટેલનો સમાવેશ થાય છે. આ તમામ દર્દીઓએ પોતાનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જેના કારણે અન્ય દર્દીઓમાં પણ હિંમત આવી હતી. હોસ્પિટલના વૉર્ડમાંથી દર્દીઓએ વિદાય લેતા ભાવવિભોર દ્રશ્ય જોવા મળ્યું છે.

રજનીબેન વાડેકરના પુત્રવધૂએ જણાવ્યું કે, કોરોના વાયરસ થયા બાદ એમને આ બીમારી લાગુ પડી હતી. બીમારીના લક્ષણ સામે આવતા અમે તેને સયાજી હોસ્પિટલમાં સારવાર હેતું લઈ આવ્યા હતા. છેલ્લા દોઢ મહિનાથી એમની સારવાર ચાલું છે. હાલ એમની એક આંખ કાઢી નાંખવામાં આવી છે. ઘરે બેસી રહેવાથી બીમારીનો ઈલાજ નહીં થાય, જેવા લક્ષણો જોવા મળે તો હોસ્પિટલમાં આવી જવું જોઈએ. હું એમની બીજી આંખ બની સેવા કરીશ. હાલ એમની જીંદગી બચી ગઈ છે એ જ મોટી વાત છે. રાજ્યમાં વધી રહેલા આ બીમારીના કેસને લઈને લઈ આરોગ્ય વિભાગનો કાર્યભાર વધી ગયો છે. ભાવનગરમાંથી કેન્દ્રીય શિપિંગ રાજ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું હતું કે, મ્યુકોરમાઈકોસિસના 10 વર્ષમાં આવતા કેસ 10 દિવસમાં નોંધાયા છે. આ અંગે તકેદારી અનિવાર્ય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો