આયુર્વેદ મુજબ દાતણ કરવાના ફાયદા જાણી તમે ટૂથબ્રશ કરવાનું છોડી દેશો.

આજકાલ દરેક ઘરમાં દાંત સાફ કરવા માટે ટૂથબ્રશનો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે કે દાતણના એટલા ફાયદા છે જેને જાણીને તમે ટૂથબ્રશની જ્ગ્યાએ દાતણનો ઉપયોગ કરવા લાગશો. દાતણ માત્ર આરોગ્ય અને બૌદ્ધિક ક્ષમતા જ નહી પણ ધર્મ અને અધ્યાત્મની નજરથી પણ શ્રેષ્ઠ છે. આ જ કારણે વ્રત દરમિયાન કેટલાક લોકો આજે પણ બ્રશની જ્ગ્યાએ દાતણનો પ્રયોગ કરે છે.

હજારો વર્ષોથી ભારતમાં દાંત અને મુખને સાફ રાખવા માટે દેશી બાવળ, લીમડા, ગૂગળ, કરંજ, ઝાર સહિતના દાતણનો ઉપયોગ કરાય છે. આ પારંપરિક પદ્ધતિ આજના આધુનિક યુગમાં વિવિધ પ્રકારના ટૂથપેસ્ટ, ટૂથ બ્રશ સામે પણ અડગઊભી છે. નાનાથી મોટા શહેરોમાં હાલમાં પણ દેશી બાવળ કે અન્ય દાતણના વેચાણ માટે ગ્રામીણ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો આવે છે, જેના કારણે પરંપરાગત વ્યવસાય સાથે જોડાયેલા પરિવારોને રોજગારી મળે છે તેમજ ઋષિમુનિ સમયથી ચાલી આવતી આયુંવેદની પરંપરા જળવાઇ રહી છે.

ધાર્મિક દ્રષ્ટિથી દાતણનું ઘણુ મહત્વ છે, કારણ કે દાતણ એંઠુ નથી હોતુ જ્યારે કે ટૂથબ્રશ તમે રોજ નવુ નથી વાપરતા. એક જ ટૂથબ્રશ ધોઈને તમે અનેક વાર વાપરો છો. આથી બ્રશ શુદ્ધ અને પવિત્ર નથી ગણાતુ. આથી વ્રત અને તહેવારના દિવસોમાં બ્રશ કરવાનું શાસ્ત્રોની દ્રષ્ટિએ યોગ્ય નથી. જ્યારે કે આયુર્વેદ મુજબ દાતણ કરવાથી થતા ફાયદા જાણી તમે ચોંકી જશો.

આયુર્વેદમાં જણાવ્યું છે કે દાતણ દાંતોને ચમકાવવા ઉપરાંત તમારી બૌદ્ધિક ક્ષમતા અને સ્મરણ શક્તિને પણ વધારે છે. જે લોકો પોતાની યાદશક્તિ વધારવા ઈચ્છે છે તેમણે પોતાના દાંત દાતણથી સાફ કરવા જોઈએ. આનાથી બુધ ગ્રહનો દોષ પણ દૂર થાય છે.

મસૂઢા અને દાંતની મજબૂતી માટે બબૂલના દાતણથી દાંત સાફ કરવા ફાયદાકારી હોય છે.

આયુર્વેદમાં જણાવ્યું છે કે ‘નિમ્બશ્ચ તિત્તકે શ્રેષ્ઠ’ લીમડાના દાતણથી દાંતોને સ્વસ્થ રાખવાની સાથે પાચન ક્રિયા અને ચેહરા પર નિખાર લાવવા માટે પણ લાભકારી છે.આ જ કારણે આજે પણ ગામના લોકો નિયમિત લીમડાના દાતણનો પ્રયોગ કરે છે.

આયુર્વેદમાં જણાવ્યું છે કે બેરના દાતણથી નિયમિત દાંત સાફ કરો તો આવાજ સાફ અને મધુર થઈ જાય છે. ‘ બદર્યા મધુર સ્વર’ આથી જે લોકો વાણીથી સંબંધિત ક્ષેત્રોમાં કેરિયર બનાવવાનું વિચારી રહ્યા છે કે આ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે તેમણે બેરના દાતણનો પ્રયોગ કરવો જોઈએ.

દેશીબાવળના દાતણથી પેઢાં મજબૂત બને છે

જ્યારે ટૂથપેસ્ટ કે ટૂથબ્રશની શોધ નહોતી થઇ તેના હજારો વર્ષ પૂર્વેથી ભારતમાં દાંતને સ્વચ્છ રાખવા દાતણ કરવાની પરંપરા છે. દેશી બાવળના દાતણથી પેઢાં મજબુત બને છે તેમજ પેઢાંમાંથી નીકળતું લોહી બંધ થાય, દાતણ ચાવવાથી નીકળતા તૂરા રસથી દાંતના પેઢામાં ખૂબ ફાયદો થાય છે, તેમજ લીંબડો, વડ, કરંજ, ઝાર (મેશવાક) કે ગૂગળ સહિતના દાતણ વૈધ્યની સલાહથી કરવું હિતાવહ છે. – વૈધ્ય નપિુણભાઇ બુચ

છેલ્લા પાંચ વર્ષથી આખો પરિવાર ગૂગળના દાતણ કરે છે

સામત્રા પાસે વાડીમાં ૫૦૦ જેટલા ગૂગળના વૃક્ષોનું વાવેતર કરનારા માનકૂવાના મનજી કેરાઇએ જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષથી આખો પરિવાર ગૂગળના દાતણ કરે છે, જેનાથી દાંતના પેઢાં મજબૂત બને છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો