દશેરાએ બહુચર માતાજીને 300 કરોડના ‘નવલખા હાર’નો શણગાર કરવામાં આવ્યો, 150 કરતાં વધુ ડાયમંડ હારમાં જડેલા છે, આ હાર 235 વર્ષ પહેલાં માતાને અર્પણ કરવામાં આવ્યો હતો

મા બહુચરના ધામમાં વિજયાદશમીના દિવસે સમીવૃક્ષની પૂજનમાટે સાંજે 4.00 કલાકે માતાજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.માતાજીની વર્ષમાં 15 વખત શોભાયાત્રા નીકળે છે પરંતુ વિજયાદશમીના દિવસે નીકળતી આ શોભાયાત્રાની વિશેષતા એ છે કે માતાજીને તે દિવસે નવલખો હાર પહેરાવવામાં આવે છે.વિજયાદશમીના દિવસે વિરમગામ હાઈવે પરથી 100 મીટરના અંતરે આવેલ સમીવૃક્ષની પૂજા માટે માતાજીની શોભાયાત્રા નીકળી ત્યારે માઈભકતોમાં અપાર ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો સમીવૃક્ષના સ્થળે પહોચેલી શોભાયાત્રામાં જોડાયેલા માઈભકતો બોલ મારી બહુચર જયજય બહુચરના જયધોષ કરતાં માનું ધામ ગુંજી ઉઠયું હતું.

સમીવૃક્ષના સ્થળે સમીવૃક્ષનું અને શસ્ત્રોની પૂજનવિધિથી કરવામાં આવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય સંસ્કૃતિમાં દરેક ઉત્સવ માનવીને કંઈકને કંઈક સંદેશ આપે છે.આપણી આસપાસનું પ્રાણીજીવન,અને પર્યાવરણ જીવનનું માનવ જીવનમાં બહુ મહત્વ છે.અને આથી તમામ પ્રાણવાન જીવોનું જીવન સમૃદ્ઘ બનાવવા માટે તેને ધર્મની સાથે જોડવામાં આવ્યું છે.આવી ભાવનાથી જ વિજયાદશમીના દિવસે શસ્ત્રોની સાથેસાથે સમીવૃક્ષની પૂજનવિધિ કરવામાં આવે છે.સમીવૃક્ષ પશુ-પંખી અને ખેડૂતો માટે ખૂબ ઉપયોગી છે.આથી વડ,પીંપળો,તુલસી,બલ્વવૃક્ષની જેમ સમીવૃક્ષનું પૂજન કરવામાં આવે છે.આવી જ એક પૂજનવિધિ ગાયકવાડ શાસનથી બહુચરાજી ટેમ્પલ દ્ઘારા કરવામાં આવે છે.

નવલખા હારની અંદાજીત કિંમત 250 થી 300 કરોડ રૂપિયા

માનવજીરાવ ગાયકવાડના શાસનથી વિજયાદશમીના દિવસે માતાજીને નવલખો હાર પહેરાવવાની પરંપરા આજે પણ અકબંધ સચવાઈ રહી છે.આ નવલખો હાર ઈ.સ. 1839માં 9 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયો હોવાના કારણે તે સમયે નવલખાહારના ઉપનામથી પ્રચલિત બન્યો હતો. ગુજરાતના મોટા ઝવેરીઓ આ નવલખા હારનું મુલ્ય 250 કરોડ રૂપિયાથી વધુ હોવાનું જણાવી રહયાં છે.આ નવલખાહારમાં 06 નિલમ અને 175 જેટલાં ડાયમંડનું જડતર કરવામાં આવેલું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો