‘તાઉ-તે’નું તાંડવ: મુંબઈમાં ભારે પવન સાથે વરસાદ, દરિયામાં 10-13 ફૂટ ઊંચાં મોજાં ઊંછળ્યાં, જુઓ વિડિયો

મુંબઈમાં તાઉ-તે વાવાઝોડાની અસરથી 185 કિમી ઝડપે પવનની સાથે અતિભારે વરસાદ પડી રહ્યો છે. તાઉ-તે વાવાઝોડાની ગંભીર અસર પડી મુંબઈમાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદના કારણે અનેક વાહન ફસાયેલા દેખાયા ભરઉનાળે રસ્તા પર કેડસમા પાણી ભરાયા અનેક લોકો ફસાયા હોવાની આશંકાઓ સેવાઈ રહી છે તાઉ-તે વાવાઝોડું મુંબઈના દરિયાથી ટકરાઈને ગુજરાત તરફ વધ્યું છે.

મુંબઈ દરિયામાં 10-13 ફૂટ ઊંચાં મોજાં ઊંછળ્યાં
તાઉ-તે ચક્રવાતી વાવાઝોડાના કારણે સોમવારે બપોરે દરિયામાં હાઈટાઈડ સમયે અંદાજે 10.99 ફૂટ, સવારે 8.24 વાગે લો-ટાઈડ સમયે 3.28 ફૂટ ઊંચી લહેરો જોવા મળી હતી. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બપોરે 3.31 મિનિટે આવનાર હાઈટાઈડમાં દરિયામાં 13.26 ફૂટ ઊંચાં મોજાં ઊછળી શકે છે અને રાતે 9.37 વાગે આવનાર હાઈટાઈ઼માં 6.70 ફૂટ ઊંચાં મોજાં ઊછળવાની શક્યતા છે.

મુંબઇ 185 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ રહ્યો
મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને 180 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. હાલમાં મુંબઇમાં NDRFની ત્રણ ટીમો તહેનાત કરવામાં આવી છે અને 5 ટીમો અલર્ટ પર છે. મુંબઈમાં 5 સ્થાનો પર અસ્થાયી આશ્રય ઘરો બનાવવામાં આવ્યાં છે, જેથી લોકોને જરૂર પડે તો અહીં સ્થળાંતર કરી શકાય. વેસ્ટર્ન મુંબઈમાં NDRFની ત્રણ ટીમો અને પૂરથી સુરક્ષા માટે ફાયરબ્રિગેડની 6 ટીમો પણ તહેનાત કરવામાં આવી છે. અહીં બપોરે 2 વાગ્યા સુધી એરપોર્ટ પણ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

કોરોના વાયરસ સામે લડતા ગુજરાતના માથે વાવાઝોડાનું ખૂબ જ મોટું સંકટ આવીને ઊભું થયું છે ત્યારે આ વાવાઝોડાએ હવે ગતિ વધારી છે તેજીથી મુંબઈ ગુજરાત તરફ તે આગળ વધી રહ્યું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આ વાવાઝોડાને અતિ ગંભીર કેટેગરીમાં મૂકી દેવામાં આવ્યું છે.

આ વાવાઝોડાને કેટેગરી ચારમાં રાખવામાં આવ્યું છે અને આ કેટેગરીમાં 225થી 279 કિમી ઝડપે પવન ફૂંકાય છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સોમવારે રાત્રે જ વાવાઝોડું ગુજરાતને ટકરાવાનું છે. ગુજરાતમાં 25 વર્ષ બાદ દરિયાકિનારે 10 નંબરનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે.

પણ હાલમાં મહારાષ્ટ્રમાં આ વાવાઝોડાનું સંકટ આવી પડ્યું છે. હજી વધુ વરસાદ અને પવન ફૂંકાવવાની આગાહી કરવામાં આવી છે. સમુદ્ર કિનારે રહેતા લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે.

NDRFની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે. હાલમાં મુંબઈમાં આવેલ વરસાદને લીધે ઠેર ઠેર પાણી ભરવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. લોકોને ઘરમાં જ રહેવાના આદેશ આપવામાં આવ્યા છે. રાજ્યમાં તેજ ગતિએ પવન ફૂંકાવના અને દરિયો ગાંડોતુર બન્યો હોય તેવા દ્રશ્યો સામે આવી ગયા છે. ઝાડ પડી જવાના બનાવો પણ બન્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો