ડાંગના અંતરિયાળ ગામની પિતા વિહોણી દીકરીનું ડ્રેનેજ સાફ કરવાનું યંત્ર રાષ્ટ્રીય કક્ષાએ પસંદ થતા સન્માન કરાયું

ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં આવેલ દગડીઆંબા ગામે રહેતી આશા પાવરે ડ્રેનેજ સાફ કરવાનું યંત્ર બનાવીને રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામી જાપાન જવાની તૈયારીઓમાં લાગી ગઈ છે ત્યારે આશા પવારનું નવસારી વિરવાડી હનુમાન ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

વિજ્ઞાન મેળા માટે યંત્ર બનાવેલું

ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં આવેલ દગડીઆંબા ગામે રહેતી આશા પાવર જે પિતાની છત્રછાયા બાળપણથી ગુમાવી ચુકી છે છેવાડાના આદિવાસી જિલ્લાની આશા પવારએ ન તો ડ્રેનેજ જોઈ છે કે ભૂગર્ભ ડ્રેનેજ પરંતુ આ વિદ્યાર્થીનીએ શાળાના વિજ્ઞાન મેળામાં ગટર સાફ કરવા માટેનું યંત્ર બનાવ્યું હતું જેની પસંદગી રાષ્ટ્રીય કક્ષાએ થઈ છે દેશમાંથી આવેલ ૮૫૦ કૃતિઓ માંથી ૬૬ પસંદ કરવામાં આવી હતી જેમાની દગડીઆંબા ગામની શાળાની ગટરસાફ કરતું યંત્ર પણ પસંદ કરવામાં આવ્યું છે જેને લઈને વિરવાડી હનુમાન ટ્રસ્ટ દ્વારા આશાનું સમ્માન કરવામાં આવ્યું

ગટરમાં ઉતરતાં મોત અટકશે

એકવર્ષમાં આપણા ભરાતદેશમાં સર્વે મુજબ અંદાજીત 30 હજાર સફાઈ કામદારો ગટરમાં ઉતારવાના કારણે મૃત્યુ પામતા હોય છે જે ન બને તે માટે આશાએ એક આશ બાંધી હતી અને તેમાં સફળતા મળતા આશા પવારે મશીન બનાવ્યું છે જેના થકી ગટરનું પાણી કે કચરો સીધો બહાર આવી શકે છે જે પ્રોજેકટને તૈયાર કરવા માટે દાગડીઆંબા ના શિક્ષકે પણ આશા ને સારો સહકાર આપ્યો છે સાથે વિરવાડી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દત્તક લઈને વધુ પ્રોત્સાહન અપાઈ રહ્યું છે અનેક બાળકીઓમાં રહેલી શક્તિઓનેખિલાવવા માટે સદાય અગ્રેસર રેહતા લોકોએ આ દીકરીને સન્માની છે જેના કારણે કામ કરવાની વધુ ધગશ મળી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો