વિદેશમાં કમાવવા જવાનું વિચારતા હોય તો ખાસ વાંચજો, ગુજરાતના યુવાનને લિબિયામાં પડેલી યાતનાઓ તમને થથરાવી મૂકશે

આજકાલ લોકોને વિદેશોમાં જઈને સેટલ થવાનું અને ત્યાં મોજમઝા કરવાનું ઘેલું લાગ્યું છે. એટલું જ નહીં, દુનિયાદારીની જ્યારે ખબર પડવા માંડે ત્યારે વિદેશોમાં જઈને કમાઈ આવવાની લાલચ લોકોને વધુ લાગી છે. પરંતુ વિદેશોમાં ગુજરાતી (Gujarati) ઓ સાથે બનતી ઘટનાઓ ક્યારેક આપણને થથરાવી મૂકે તેવી હોય છે. આવા કિસ્સાઓ જાણ્યા પછી આપણને વિદેશમાં જવાની હિંમત થતી નથી. આવો જ એક કિસ્સો હાલ સામે આવ્યો છે. સુરત (Sutat)ના લાઠીના દામનગર નજીક આવેલા કાચરડી ગામે રહેતો મુસ્લિમ યુવાન લિબિયા (Libya)માં કમાવા માટે ગયા બાદ જે કંપનીમાં તે કામ કરતો હતો તે કંપનીના 6 કર્મચારીઓનું અપહરણ કરીને 20 હજાર ડોલરની ખંડણી માગવામાં આવી હતી અને 28 દિવસ સુધી ગોંધી રખાયા બાદ અંતે છુટકારો થયો છે.

આ ઘટના અંગે ભોગ બનેલા યુવાનના લાઠીના કાચરડી ગામે રહેતા પરિવારજનોએ વિગતો આપતા જણાવ્યું કે, દામનગર નજીક આવેલા કાચરડી ગામના મૂસ્લિમ યુવાન ઉમેદભાઈ ઈબ્રાહીમભાઈ મુલતાની 11 માસના કરારના આધારે લિબિયાના બરેગા શહેરમાં આવેલી એક કંપનીમાં વેલ્ડર વર્ક કરવા માટે જોડાયાં હતાં. તેમનો કરાર પૂરો થતાં વતન પરત ફરતા હતાં અને એરપોર્ટ તરફ જઈ રહ્યાં હતાં ત્યારે તા.14 સપ્ટેમ્બરના અધવચ્ચેથી જ અમુક ટોળકી દ્વારા આ યુવાન સહિત છ વ્યક્તિઓનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું. અપહ્યત થયેલા યુવાનોમાં એક તો કાચરડી ગામનો યુવાન અને અન્ય બે વ્યક્તિ પણ ગુજરાતના હતા જ્યારે અન્ય ત્રણ વ્યક્તિ કર્ણાટક રાજ્યના હતાં.

અપહરણકર્તાઓ દ્વારા અજ્ઞાત સ્થળે તેમને ગોંધી રાખીને 20 હજાર ડોલરની ખંડણી કંપની પાસેથી માગવામાં આવી હતી. આ ઘટનાની ભોગ બનનારના પરિવારના લોકોને જાણ થતાં તેમના દ્વારા અમરેલીના એસપી નિર્લીપ્ત રાયને જાણ કરીને સરકાર દ્વારા તેમને મદદ પહોચે તેવી માગણી કરાઈ હતી.

અંતે ભારત સરકારના વિદેશ મંત્રાલય અને ભારત સ્થિત એલચી કચેરીની પણ મદદ લેવામાં આવી હતી અને તેમણે આ યુવાનોનો છુટકારો થાય એ માટે મધ્યસ્થીની ભૂમિકા નિભાવી હતી. અંતે કંપની દ્વારા ખંડણીની રકમ ભરી દેવાતા આ તમામને છોડવામાં આવ્યાં છે અને હાલમાં તેઓ લિબિયા ખાતે સલામત હોવાની તેમના પરિવારના લોકોને જાણ કરાતા ખુશી વ્યાપી ગઈ છે.

લોકડાઉનના કારણે વતન વાપસી અટકી

અપહરણ થયેલા કાચરડી ગામના યુવાન સહિત તમામ છ લોકો હાલમાં કંપનીમાં ફરીથી કામ કરી રહ્યાં છે અને લોકડાઉનના કારણે ભારત સરકાર દ્વારા તમામ ફલાઈટ્સ રદ્દ કરવામાં આવી હોવાથી તેઓ વતન પરત ફરી શકતા નથી. જ્યારે ફ્લાઈટ શરુ થશે ત્યારે આવી શકશે. યુવાને વીડિયો કોલ દ્વારા પોતાના પરિવાર સાથે વાત કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો