મોરબી હાઈવે પર મોટા-મોટા ખાડા પડી જતાં યુવાનોએ તંત્રની આંખ ઉઘાડવા ખાડામાં વૃક્ષ વાવી અનોખી રીતે ધ્યાન ખેંચવાનો કર્યો પ્રયાસ

મોરબીમાં ઠેર ઠેર ખાડા અને ગંદકીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે ત્રાજપર નજીક આવેલા મોરબી વાંકાનેર હાઈવે પર પણ ખાડાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે એટલું જ નહીં લખધીરપુર રોડ પણ અતિ બિસમાર હાલતમાં જોવા મળી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

જોકે આ ખાડાનો નિકાલ ક્યારે કરવામાં આવે તે કહેવું અતિ મુશ્કેલી ભર્યું છે, પરંતુ મોરબી વાસીઓએ સોશિયલ મીડિયા થકી ભણેલા ગણેલા અભણ અને નીભર તંત્રના અધિકારીઓના કાન વિંધવા અને ધ્યાન દોરવાના પ્રયત્નો શરૂ કર્યા છે.

યુવાનો દ્વારા ખાડામાં ફસાઈ જતા વાહનોને બચાવવા રોડ વચ્ચે જ વૃક્ષ વાવી અનોખી રીતે તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કર્યો છે, જેમાં વેપારીઓ દ્વારા ખાડામાં વૃક્ષ વાવી, વિરોધ કર્યો હતો.

જાડી ચામડીના કલાસ વન અધિકારીઓ પણ આ બધી વાતોને રોજિંદી કામગીરી હોય એમ જાણે ધ્યાનમાં જ ન લેતા હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. હજુ આ ખાડા ક્યારે પુરાશે તે કહેવું અતિ મુશ્કેલી ભર્યું છે, પરંતુ મોરબી વાસીઓએ અનોખા વિરોધનો પ્રયત્ન કરી, તંત્રના આંખ-કાન ઉઘાડવા કમર કસી લીધી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો