દેશમાં પહેલીવાર ગધેડીના દૂધની ડેરી શરૂ થશે, 1 લિટરની કિંમત હશે અધધ આટલા રૂપિયા! આ દુધ માંથી બ્યૂટી પ્રોડક્ટ પણ બને છે
સામાન્ય રીતે આ પણે ગધેડાના (Donkey) નામનો ઉપયોગ કોઈને ચિડાવવામાં માટે કરી છીએ અથવા તો કોઈને હેરાન કરવા માટે કરતા હોઈએ છીએ. પરંતુ જોકે ગધેડાનો ઉપયોગ અંગે પણ બધા જાણે જ છે. પરંતુ અને તેની એવી ખૂબી અંગે જણાવીશું જેને જાણીને તમે હેરાન થઈ જશો. અત્યાર સુધી ગાય કે ભેંસના દૂધની ડેરી જોઈ છે. પરંતુ ટૂંક સમયમાં હરિયાણાના હિસારમાં ગધેડીના (Female Donkey milk dairy) દૂધની ડેરી શરૂ થનારી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
દેશમાં પહેલીવાર ગધેડીનું દૂધ પણ વેચાશે. આ દૂધની એક લિટરની કિંમત 7000 રૂપિયા હશે. ગધેડીના દૂધ માણસ માટે લાભદાયી હોવાની સાથે સાથે શરીરમાં ઈમ્યુન સિસ્ટમ (Immune system) પણ સારી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આનાથી અનેક બ્યૂટી પ્રોડક્ટ પણ બને છે.
આજતક વેબસાઈટમાં આવેલા આર્ટીકલ પ્રમાણે રાષ્ટ્રીય અશ્વ અનુસંધાન કેન્દ્ર (NRCE) હિસારમાં (Hisar) ગધેડીના દૂધની ડેરી શરૂ કરવા જઈ રહ્યું છે. એનઆરસીઈ હિસારમાં હલારી નસ્લની ગધેડીના (Halari breed) દૂધની ડેરી શરૂ કરવા કરશે. જેના માટે એનઆરસીઈએ 10 હલારી ગધેડી પણ પહેલાથી મંગાવીને રાખી છે. અત્યારે આનું બ્રીડિંગ કરવામાં આવી રહ્યું છે.
હલારી નસ્લની ગધેડીના દૂધને દવાઓનો ખજારો કહેવામાં આવે છે. આ દૂધમાં કેન્સર, મેદસ્વીતા, એલર્જી જેવી બીમારીઓ સામે લડવાની ક્ષમતા હોય છે. આ નસ્લ ગુજરાતમાં મળે છે.
જાણકારોનું કહેવું છે કે આ વખતે ગાય કે ભેંસના દૂધથી નાના બાળકોને એલર્જી થાય છે. પરંતુ હલારી નસ્લની ગધેડીના દૂધમાં ક્યારે એલર્જી થતી નથી. આ દૂધમાં એન્ટી ઓક્સીડેન્ટ, એન્ટી એજીન તત્વો મળે છે. જે શરીરમાં અનેક ગંભીર બીમારીઓ સામે લડવાની ક્ષમતા વિકસિત કરે છે.
બ્રાન્ડિંગ બાદ ડેરીનું કામ ટૂંક સમયમાં શરૂ થશે. ગધેડીનું દૂધ બજારમાં 2000 રૂપિયાથી લઈને 7000 રૂપિયા પ્રતિ લિટર સુધી વેચાય છે. આનાથી બ્યૂટી પ્રોડક્ટ પણ બને છે. જે ખૂબ જ મોંઘા હોય છે. ગધેડીના દૂધથી સાબુ, લિપ બામ, બોડી લોશન તૈયાર કરવામાં આવે છે.
ગધેડીના દૂધની ડેરી શરૂ કરવા માટે એસઆરસીઈ હિસારે કેન્દ્રીય ભેંસ અનુસંસાધન કેન્દ્ર અને કરનાલના નેશનલ ડેરી રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટના વૈજ્ઞાનિકોની પણ મદદ લીધી છે. નિષ્ણાંતોનું માનવું છે કે ડેરી શરૂ થા બાદ લોકોને ગણો ફાયદો થશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

