દરરોજ ચાલવાથી થાય છે આટલા બધા ફાયદા, જાણો અને આજથી જ ચાલુ કરી દો વોકિંગ

આપણે બધાં જાણીએ છીએ કે શરીરને સ્વસ્થ રાખવાં અને મનને ખુશ રાખવાં દરરોજ વોકિંગ કરવું જરૂરી છે. ગમે તેટલું બિઝી શિડ્યુલ કેમ ના હોય પણ દિવસમાં દરરોજ 20થી 30 મિનિટ ચાલવું જોઇએ. નિયમિત ચાલવાથી તમારી લાઇફસ્ટાઇલમાં તો બદલાવ આવશે જ પણ સાથે સ્વાસ્થ્ય પણ સુધરશે.

દરરોજ ચાલવાનાં ફાયદા

દરરોજ 30 મિનિટ ચાલવાથી શરીરનાં હાડકાં મજબૂત બને છે.

નિયમિત ચાલવાથી વધતું વજન કન્ટ્રોલ કરી શકાય છે. તેમજ બ્રિસ્ક વોકિંગ એટલે કે ઝડપથી ચાલવાથી વજન પણ ઉતારી શકાય છે.

આકા દિવસની દોડભાગમાં શરીર હંમેશા તણાવમાં રહેતું હોય છે. એવામાં વોકિંગ કરવાથી તમારો સ્ટ્રેસ દૂર કરી શકાય છે.

ચાલવાથી ડાયાબિટીસ અને કેન્સર જેવાં રોગોનું જોખમ પણ ઘટે છે.

ચાલવાથી શરીરનાં સ્નાયુઓ મજબૂત બને છે અને સાથે તમારી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.

દરરોજ નિયમિત ચાલવાથી તમારું બ્લેડ પ્રેશર પણ નિયંત્રણમાં રહે છે.

વોકિંગ કરવાં જતાં પહેલાં આ ધ્યાનમાં રાખવા જેવી બાબતો

બહુ ઓછાં લોકો જાણતાં હશે કે સવારે શૌચની ક્રિયા પતાવી દીધાં બાદ જ ચાલવા જવું જોઇએ.

વોકિંગ કરવા જતાં હોય ત્યારે એવાં કપડાં પહેરવાં જેમાં તમે આરામથી ચાલી શકો.

જો વોકિંગ દરમિયાન તમને ચાલવામાં અથવા શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો તરત થોડા સમય માટે ક્યાંક બેસી જાઓ. જો હ્રદયમાં પણ થોડું દુખાવા જેવું લાગે તો તરત તમારા ડોક્ટરનો સંપર્ક કરો.

આ રીતે કરો પાવર વોકિંગ

સવારે 30 મિનિટ ચાલવાથી જો તમે ઈચ્છતા હો કે તેનાથી સ્વાસ્થ્યને લાભ થાય તો તમારી ચાલવાની સ્ટાઇલ બદલી નાખો. આ માટે તમારે પાવર વોકિંગ કરવું પડશે.

પાવર વોકિંગમાં ક્યારેય 20થી 30 મિનિટ કરતાં વધુ ના ચાલવું.

વોકિંગ કરતી વખતે તમારા હાથ અને પગ પર કોઈ ડમબેલ અથવા વજનદાર વસ્તુ બાંધી લો. આમ કરવાથી વોકિંગનો વધુ લાભ મેળવી શકશો.

સ્વાસ્થ્ય તંદુરસ્ત બનાવવાં અઠવાડિયામાં 3 થી 4 દિવસ પાવર વોકિંગ કરી શકાય.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો