‘તું બીજે લગ્ન કરી લે.. મરવું હોય તો મરી જા’, દાહોદમાં પરિણીત યુવકે પ્રેમ સંબંધ રાખ્યા બાદ લગ્નની ના પાડતા યુવતીએ કરી આત્મહત્યા

દાહોદમાં (dahod) એક ચકચારી આત્મહત્યાની (suicide) ઘટના સામે આવી હતી. યુવતીને લગ્નની (marriage) લાલચમાં રાખી પ્રેમ સંબંધ (love relastionship) રાખ્યા બાદ લગ્નની ના પાડી દેતા યુવતી પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો (suicide) ખાઈ જીવન ટુકવી લેતા પરિવારજનો શોકમગ્ન બની ગયા હતા. દાહોદ ટાઉન પોલીસે (dahod town police) યુવક વિરુધ્ધ ફરિયાદ દાખલ કરી આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

દાહોદના ગોદીરોડ વિસ્તારમાં રહેતી 24 વર્ષીય ફાતેમાં લીમખેડાવાળાને દાહોદના પીસ પાર્ક વિસ્તારમાં રહેતા 35 વર્ષીય પરિણીત યુવક હુસેન અબ્બાસ શાકિર સાથે છેલ્લા 4 વર્ષથી પ્રેમ સબંધ હતા.

હુસેન દ્રારા યુવતીને અવારનવાર લગ્ન કરી લેવાના વાયદા કરતો રહ્યો જ્યારે આજે વહેલી સવારે ફાતેમાં તેના પ્રેમીને મળવા ગઈ અને લગ્નની વાત કરતાં હુસેને લગ્ન કરવાનીના પાડી દીધી હતી.

અને તું બીજી જગ્યાએ લગ્ન કરી લે અને મરવું હોય તો મારી જા તેમ કહેતા યુવતી ઘરે આવી ગઈ હતી. આની રૂમનો દરવાજો બંધ કરી પંખા સાથે દુપટ્ટા વડે ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી લેતા પરિવારજનો શોકમગ્ન બની ગયા હતા.

બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોચી મૃતદેહ ને પોર્સ્ટમોર્ટ્મ માટે મોકલી યુવતીના પિતાની ફરિયાદના આધારે હુસેન વિરુધ્ધ આત્મહત્યાં કરવા મજબૂર કરવા માટે ગુનો નોધી આરોપી ની ધરપકડ ના ચક્રો ગતિમાન કર્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો