મધર્સ ડેના દિવસે જ કોરોનાએ બે ફૂલ જેવા બાળકોની માતા છીનવી, સાત વર્ષના પુત્રએ અગ્નિદાહ આપ્યો ત્યારે સ્મશાનમાં રહેલા સૌ કોઈનું હૈયું ભરાઈ આવ્યું

May મહિનાના બીજા રવિવારે મધર્સ ડે (Mothers day) ઉજવાય છે ત્યારે વિશ્વ આખાયે મધર્સ ડેની ઉજવણી કહી હતી. બીજી તરફ હાલમાં કોરોના મહામારીમાં (corona pandemic) અનેક લોકો સંકર્મિત થયા છે. અને કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે પરંતુ કુદરતની કરુણાંતિક જુઓ કે મધર્સ ડેના દિવસે જ પોતાના 3 માસની બાળકી અને 7 વર્ષના પુત્રના માથેથી (two kids mother) માતાનું છત્ર જતું રહ્યું છે. જ્યારે સાત વર્ષના બાળકે માતાને અગ્નિદાહ (funeral) આપ્યો ત્યારે સ્મશાનમાં રહેલા સૌ કોઈનું હૈયું ભરાઈ આવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ઝાલોદ તાલુકા ના લીમડી ખાતે રહેતી પુનમ બેન પંચાલ અને તેમનો સાત વર્ષીય પુત્ર અને 3 માસની બાળકી એમ ત્રણેય માતા-બાળકોને આશરે 15 દિવસ પહેલા કોરોના પોઝિટિવ આવ્યા બાદ હોમ આઇશોલેટ થયા હતા.

પરંતુ તબિયત બગાડતાં બંને બાળકોને ઝાલોદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અને પરિણીતાને દાહોદની ઝાયડ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં સારવાર સારવાર બાદ બાળકો સ્વસ્થ થતાં હોસ્પિટલથી રજા અપાઈ હતી.

પરંતુ માતાની તબિયત સુધારા પર નહોતી આવતી છેલ્લા સપ્તાહથી કોરોના સામે જંગ લડી રહેલી પરિણીતાને ઑક્સીજન લેવલ ઘટી જતાં છેલ્લે વેન્ટિલેટર પર મુકવામાં આવી હતી પરંતુ વેન્ટિલેટર પણ શ્વાસ બચાવી ન શક્યું. અને અંતે આજે વિશ્વ માતૃત્ત્વ દિવસે જ અંતિમ શ્વાસ લીધા અને જ્યારે મૃતદેહને દાહોદના સ્મશાને લાવવામાં આવ્યો અને સાત વર્ષના પુત્રએ માતાને અગ્નિદાહ આપ્યો હતા.

આમ સ્મશાનમાં સન્નાટાની વચ્ચે પણ લોકોના હ્રદયમાં રુદન સભળાઈ રહ્યું હતું મધર્સ ડે સંદેશાઑ વચ્ચે બે ફૂલ જેવા બાળકો નોધારા બની ગયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો