બિહારમાં ચૂંટણી ફરજ દરમિયાન દાહોદના BSF જવાનનું અકસ્માતમાં દુઃખદ મોત, વતનમાં ગાર્ડ ઑફ ઓનર આપી અંતિમ સંસ્કાર કરાયા, આખું ગામ હિબકે ચઢ્યું

બિહારમાં ચૂંટણી કામગીરીની ફરજ પર ગયેલા દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના નાની સીમલખેડી BSFના જવાનનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. જેથી આજે જવાનના પાર્થિવ દેહને વતન નાની સીમલખેડી ખાતે લાવવામાં આવ્યો છે. જ્યાં તેને ગાર્ડ ઓફ ઓનર આપીને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના નાની સીમલખેડી ગામનો યુવાન રમેશભાઇ સોમાભાઇ કિશોરી BSFમાં ફરજ બજાવતો હતો. આ દરમિયાન બિહાર ચૂંટણીમાં ફરજ બજાવવા માટે ગયો હતો. જ્યાં એક રોડ અકસ્માતમાં તેનું મૃત્યુ થયું હતું. જેથી BSFના અધિકારીઓ આજે સન્માન સાથે તેના પાર્થિવ દેહને લઇને તેના ગામ નાની સીમલખેડી ખાતે પહોંચ્યા હતા. આ વખતે આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગાર્ડ ઓફ ઓનર આપીને જવાનના અંતિમ સંસ્કાર કરાયા

ઝાલોદ તાલુકાના નાની સીમલખેડી ગામમાં અકસ્માતમા મૃત્યુ પામનાર જવાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું અને ત્યાર બાદ જવાનના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

દાહોદના નાનકડા ગામના જવાનનું અકસ્માતમાં મૃત્યુ થતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે અને દેશ સેવા કરી રહેલા જવાન પ્રત્યે પ્રેમ અને આદર ધરાવતા નાની સીમલખેડી ગામમાં માતમ જોવા મળી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો