વલસાડ: 4 વર્ષની લાડકવાઈ સાથે જધન્ય ઘટના બાદ આઘાતમાં પિતાનો આપઘાત: હસતો-રમતો પરિવાર ખેદાન મેદાન થઇ ગયો

પાડોશી એ પહેલો સગો માનવામાં આવે છે. જોકે આજના બદલાયેલ સમયમાં પાડોશી જો સારો ન હોય તો પડોશીથી બીજો મોટો દુશ્મન કોઈ નથી હોતો, અને જિંદગી ભરનું દુખ આપે છે. ત્યારે વલસાડના પાડોશી સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં એક પાડોશીએ એક પરિવારને એવું દુઃખ આપ્યું છે કે, જેના કારણે એક હસતું રમતું પરિવાર ખેદાન મેદાન થઇ ગયું છે. ત્યારે એક સુખી પરિવારને કોણે પળ વારમાં બરબાદ કરી નાખ્યો, જોઈએ આ અહેવાલમાં.

સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના નરોલી વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં એક પરિવારની ચાર વર્ષની બાળકી બપોરના સમયે અચાનક ગુમ થઇ ગઇ હતી. થોડા સમય સુધી બાળકી ઘરે નહીં આવતા તેના પરિવારજનોને આસપાસના વિસ્તારમાં શોધખોળ કરી હતી. ત્રણથી ચાર કલાકની શોધખોળ બાદ પણ બાળકીનો કોઈ પત્તો નહી મળી આવતા આખરે પરિવારે પોલીસને જાણ કરી હતી.

ઘટનાની ગંભીરતા જોઈ તાત્કાલિક પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો, અને ગુમ બાળકીને શોધવા તપાસ હાથ ધરી હતી. જોકે પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે, બાળકી બપોરના સમયે અન્ય બાળકીઓ સાથે રમી રહી હતી, પરંતુ ઘરથી ક્યાય દૂર નહીં ગઈ નહિ હોવાનું જાણવા મળ્યું હતું. આથી પોલીસે બાળકીનો પરિવાર જે બિલ્ડીંગમાં રહેતો હતો એ બિલ્ડિંગના તમામ 40 ફ્લેટની તપાસ હાથ ધરી હતી.

આ દરમ્યાન બાળકીના પડોશમાં જ રહેતા એક વ્યક્તિના ફ્લેટમાં પણ પોલીસે તપાસ હાથ ધરી હતી પરંતુ, ફ્લેટમાં કંઈ મળી આવ્યું ન હતું. જોકે એ ફ્લેટની બાથરૂમની બારીના કાચ તૂટેલા હતા, આથી પોલીસને આશંકા ગઈ હતી. આખરે બિલ્ડિંગના કોઈ ફ્લેટમાં બાળકી નહીં મળી આવતા પોલીસે એપાર્ટમેન્ટના આસપાસમાં તપાસ હાથ ધરી હતી. આ દરમ્યાન એજ એપાર્ટમેન્ટના એક પેસેજમાં કોથળામાં શંકાસ્પદ વસ્તુ ભરેલી હોવાનું જાણવા મળ્યું હતું. આથી પોલીસે તે કોથળોમાં તપાસ કરતા કોથળામાં હત્યા કરાયેલી હાલતમાં બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. બાળકીના મૃતદેહ પર તિક્ષણ હથિયારના અનેક ઘા ઝીંકી અને બાળકીની નિર્દયતાપૂર્વક હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું.

એક માસુમ બાળાનું ગળું કપાયેલ હાલતમાં લાશ તેના જ પાડોશી ના ઘર માં મળી આવતા જ સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઇ હતી. જોકે પોલીસે પ્રાથમિક તબક્કે આ મામલામાં બાળકીના પડોશીની શંકાના આધારે અટકાયત કરી હતી. ઘટનાની જાણ થતાં અને ઘટનાની ગંભીરતા જોતા પ્રદેશ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. માત્ર ચાર વર્ષની માસૂમ બાળા સાથે આ પ્રકારની ઘટના બહાર આવતા સમગ્ર વિસ્તારમાં લોકોમાં રોષ ભભૂકી ઉઠયો હતો, અને મામલો માહોલ તંગ થયો હતો.

આ મામલે સેલવાસ પોલીસે પરિવારના પાડોશમાં રહેતા આરોપી સંતોષની ધરપકડ કરી લીધી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, બાળકી જ્યારે બપોરે ઘરની બહાર રમી રહી હતી એ વખતે જ આરોપી પડોસી બાળકીને ખેંચી અને પોતાના રૂમમાં લઇ ગયો હતો, અને ત્યારબાદ તેની સાથે કથિત દુષ્કર્મ આચર્યું, જેથી બાળકી રડવા લાગતા નરાધમે તેને તીક્ષણ હથિયારોના ઘા ઝીંકીને કરપીણ હત્યા કર્યા બાદ બાળકીના મૃતદેહને બિલ્ડીંગના બાથરૂમના પેસેજમાં જ કોથળામાં ભરી, મૃતદેહ ફેંકી દીધો હતો.

આ પરિવાર પર હાલ આભ તૂટી પડ્યું છે, એક તરફ ઘરની 4 વર્ષીય લાડકવાઈની કરપીણ હત્યા થઇ છે, તો બીજી તરફ દુઃખની વાત એ છે કે, બાળકીની સાથે બનેલી આ ઘટના બાદ તેના પિતા પણ આઘાતમાં મોડી રાત્રે ફિનાઇલ પી જીવન ટૂંકાવ્યું છે. આમ પોતાની ચાર વર્ષની બાળકીના સાથે બનેલી આ જઘન્ય ઘટના બાદ આઘાતમાં સરી પડેલા તેના પિતાએ પણ આપઘાત કરી લેતા હવે બાળકીના પરિવારમાં માત્ર તેનો 15 દિવસનો નાનો નવજાત ભાઈ અને તેની માતા જ બચ્યા છે. ત્યારે આ ગરીબ પરિવાર હાલ ન્યાય માટે ઝંખી રહ્યો છે. એક પાડોશીએ ગણતરીના સમયમાં આ પરિવારને નોધારો કરી નાખ્યો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો